November 21, 2024

નર્મદા જિલ્લાના દેડીયાપાડાના પાટડી ખાતેથી તા.૧૯ મી માર્ચે “સુજલામસુફલામ જળ અભિયાન” નો પ્રારંભ થશે

Share to



દેડીયાપાડાના ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી આર.આર.ચૌધરીના અધ્યક્ષપદે “સુજલામ સુફલામ અભિયાન” અંતર્ગત થનારા કામોના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ
રાજપીપલા,ગુરૂવાર :- દેડીયાપાડાના મામલતદારશ્રી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી આર.આર.ચૌધરીના અધ્યક્ષસ્થાને આજે દેડીયાપાડાની પ્રાંત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે તા.૧૯ મી માર્ચેના રોજ જિલ્લાકક્ષાના “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨” કાર્યક્રમનું આયોજન તેમજ અન્ય વિસ્તારોમાં થનારા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ કામગીરી સાથે સંકળાયેલા સંબંધિત નોડલ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી આર.બી.કટારા, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી વર્ષાબેન વસાવા, ચીફ ઓફીસરશ્રી રાહુલ ઢોડીયા, મદદનીશ વન સંરક્ષક શ્રી ઇદરીશ ટોપીયા, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેકઠને સંબોધતા ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રી આર.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોની જેમ ચાલુ વર્ષે પણ “સુજલામ સુફલામ જળ અભિયાનનો જિલ્લાકક્ષાએ દેડીયાપાડા તાલુકાના પાટડી ખાતેથી તા.૧૯ મી માર્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે શુભારંભ થશે.
શ્રી ચૌધરીએ વધુમા જણાવ્યું હતું કે, આ અભિયાનની કામગીરીમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત/ જાળવણી/ સાફ સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, કન્ટુર ટ્રેન્ચ, ગેબીયન ચેકવોલ, ટેરેસ/ વન તળાવ, પીવાના પાણીના સ્ત્રોત/ ટાંકી/ સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઇ, નહેોરની સાફ સફાઇ કરાવવાની સાથે ગ્રામ વિકાસ વિભાગ, સિંચાઇ વિભાગ વગેરે જેવા વિવિધ વિભાગોની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


Share to

You may have missed