પોષણ સુધા યોજના ની કામગીરી ન કરવા આંગણવાડી વર્કરોએ આવેદનપત્ર પાઠવ્યું

Share toદૂરદર્શી ન્યુઝ નેત્રંગ
વિજય વસાવા

આગામી સમયમાં આવનારી પોષણ સુધા યોજનાની કામગીરી ન કરવા આંગણવાડી વર્કરોએ એટીડીઓ ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેનપત્રમાં રજૂઆત કરી હતી કે, નેત્રંગ તાલુકાની આંગણવાડી કાર્યકર આંગણવાડી કેન્દ્ર પર બાળકોને સવારનો નાસ્તો, બપોરનો નાસ્તો, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, શિક્ષણની પ્રવૃત્તિઓ, સપોષણ સંવાદ, બાળકોના વજન, અન્ન પ્રાશન દિવસ, અન્ન વિતરણ દિવસ, મમતા દિવસ ની કામગીરી નિયમિત કરે છે. આ ઉપરાંત આંગણવાડીની કામગીરી પૂર્ણ કર્યા બાદ ગૃહ મુલાકાત, મિટિંગો, ટ્રેનિંગો ની કામગીરીની ફરજ પણ બજાવે છે. આ કામગીરી સાથે ફોનમાં પોષણ ટ્રેકરમાં તમામ કામગીરી કરીએ છીએ. નવી પોષણ સુધા યોજનાની કામગીરી ટૂંક સમયમાં સોંપવામાં આવશે . જે કામગીરી સાથે શક્ય બને તેમ નથી અને આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનો ઉપર કામગીરીનું સતત ભારણ વધે તેમ છે. આથી પોષણ સુધા યોજનાની કામગીરી ન સોંપવા આવેદન પત્ર અપાયું હતું.


Share to