ઈપીએફઓના પીએફ પર વ્યાજ ઘટતા ૬ કરોડ કર્મચારીઓને નુકશાન થશે

Share to



(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૬, સતિષભાઈ દેશમુખ દ્વારા


દેશમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારે ૨૦૦૪ થી પેન્શન સુવિધા બંધ કરી દીધી છે. જાે કે લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કર્મચારી ફંડ ઓર્ગેનાઈઝેશન – ઈપીએફઓ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા તે ફક્ત સરકારી નોકરી કરતા લોકો માટે જ શરૂ કરવામાં આવતું હતું પરંતુ પછીથી તે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ શરૂ કરવામાં આવ્યું છે. હવે દેશમાં દરેક કર્મચારીના પગારનો એક ભાગ પીએફ ખાતામાં જાય છે. કર્મચારીઓને નિવૃત્તિ પછી પીએફ ખાતામાંથી લાભો મળે છે પરંતુ તેની સાથે બીજા ઘણા ફાયદા છે. આમાં સૌથી વધુ ૭ લાખની વીમા પોલિસી છે. આ સુવિધા અનુસાર કર્મચારી ફંડ ખાતાધારકના મૃત્યુ અથવા અચાનક બિમારીના કિસ્સામાં રૂપિયા ૭ લાખની નાણાકીય સહાય તેના પરિવારને આપવામાં આવે છે. પરંતુ આ માટે તમારે ઈ-નોમિનેશન દાખલ કરવાનું કામ કરવું પડશે.ઈપીએફઓ એટલે કે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ઓર્ગેનાઈઝેશને ગયા શનિવારે પીએફ પર વ્યાજ દર નક્કી કર્યો જે છેલ્લા ૪૦ વર્ષમાં સૌથી નીચો છે. ઈપીએફઓએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે વ્યાજ દર ૮.૧% નક્કી કર્યો છે. સરકારના આ ર્નિણયથી ઈપીએફઓના લગભગ ૬ કરોડ લોકોને ઝટકો લાગ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં પીએફ પર ૮.૫% વ્યાજ મળતું હતું. આ અહેવાલ દ્વારા જાણો કે તમે ૦.૪૦ ટકા ઓછા વ્યાજ સાથે કેટલું નુકસાન થશે. દેશમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારે ૨૦૦૪ થી પેન્શન સુવિધા બંધ કરી દીધી છે. જાે કે લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કર્મચારી ફંડ ઓર્ગેનાઈઝેશન એટલેકે ઈપીએફઓ શરૂ કરવામાં આવ્યું છે. એક તરફ મોંઘવારી સતત વધી રહી છે. બીજી તરફ સરકારે પીએફ પર મળતું વ્યાજ ઘટાડી દીધું છે. નાણાકીય વર્ષ ૧૯૭૭-૭૮માં ઈપીએફઓએ વ્યાજ દર ૮% નક્કી કર્યો હતો. તે પછી હવે એટલે કે પૂરા ૪૦ વર્ષ પછી આટલું ઓછું વ્યાજ મળી રહ્યું છે. અત્યાર સુધી ૮.૨૫% કે તેથી વધુ વ્યાજ મળ્યું હતું. રિટાયરમેન્ટ ફંડ બોડી ઈપીએફઓએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ૮.૫% વ્યાજ ચૂકવ્યું હતું. તે પછી નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં માત્ર ૮.૫% વ્યાજ મળ્યું હતું જ્યારે ૨૦૧૮-૧૯માં ઈપીએફઓએ ૮.૬૫% વ્યાજ આપ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૮.૫૫% વ્યાજ મળ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૮.૬૫% અને નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ૮.૮% વ્યાજ મળ્યું હતું. કર્મચારીના બેઝિક પગારના ૧૨% તમારા પીએફ ખાતામાં જમા થાય છે જે તમારા પગારમાંથી કાપવામાં આવે છે. કંપનીના ૧૨% યોગદાનમાંથી, ૩.૬૭% કર્મચારી પેન્શન ખાતામાં જાય છે. કંપનીનો બાકીનો ૮.૩૩ ટકા હિસ્સો પીએફ ખાતામાં જાય છે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે વ્યાજ દર ૮.૧% છે. આ મુજબ તમને દર મહિને ૮.૧૦%ના દરે એક મહિનાનું વ્યાજ = ૧૨ મહિનાનું ૦.૬૭૫% વ્યાજ મળશે. જે અગાઉ ૮.૫% પર ૦.૭૦૮૩% હતો.


Share to

You may have missed