December 5, 2024

આગામી ત્રણ-ચાર મહિનામાં ગુજરાતને નવા સીએમ મળશે ?ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી મે-જૂનમાં યોજાઈ શકે છે

Share to



(ડી.એન.એસ)અમદાવાદ,તા.૧૨
ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમય પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાવાની શક્યતા છે. અમદાવાદ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમલમ ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓને ચૂંટણી ગમે ત્યારે આવી્‌ શકે એમ હોવાથી તૈયાર રહેવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ૨૭ મેની આસપાસ કે જૂનના પ્રથમ પખવાડિયામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. એપ્રિલના બીજા સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. યુપી સહિતનાં ચાર રાજ્યોમાં ભાજપની જીતના બીજા દિવસે અમદાવાદ આવેલા વડાપ્રધાન મોદીના રોડ શો તથા અન્ય કાર્યક્રમોમાં ચૂંટણી વહેલા યોજાવાના સંકેતો મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીના રોડ-શૉ દરમિયાન પહેલીવાર મોદીની સાથે મુખ્યમંત્રી જાેવા મળ્યા હતા. કમલમમાં પાર્ટીના ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓને ખુદ વડાપ્રધાન મોદીએ વહેલી ચૂંટણી આવી શકે એમ જણાવી તૈયાર રહેવા કહ્યું. વડાપ્રધાને લાંબા સમય પછી કમલમની મુલાકાત લીધા બાદ તેઓ રાજભવનની મુલાકાતે પણ ગયા હતા. અમદાવાદમાં ગુજરાતનાં પંચાયતો-નગરપાલિકાઓના ૧ લાખથી વધુ ચૂંટાયેલા સભ્યોને સંબોધન. ગુજરાતનાં આ ગામોમાં વિધાનસભાની ૧૧૨ બેઠકો આવેલી છે. ચાર રાજ્યમાં હારથી કોંગ્રેસ કાર્યકર્તા નિરાશ છે, જ્યારે આપની પાસે ગુજરાતમાં કોઇ મોટો ફેસ, સંગઠન નથી. આ બંને પક્ષને તૈયારીઓ માટે મોકો ન મળે અને ઊંઘતા ઝડપાય. પેજ સમિતિઓનું કામ લગભગ પૂર્ણ. નાનામાં નાની સંગઠન નિમણૂકો પૂરી, સાથે જ રાજ્ય સરકારને મોટા પ્રોજેક્ટ પૂરા કરવા સૂચનાઓ. એકલા મોદીથી નહીં, ચૂંટણી દરેક કાર્યકર્તાના પ્રયાસથી જિતાય છે, માટે આજથી કામ શરૂ કરી દો…પડકારો ગમે તેવા હોય, પરંતુ કાર્યકર્તાના બળથી ચૂંટણી જીતી શકાય છે. માત્ર પોતાના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર આવે એને બદલે સાચા અર્થમાં લોકો સુધી કેન્દ્ર અને સરકાર પહોંચે. ભાજપમાં આગામી એપ્રિલ મહિનાની શરૂઆતમાં બોર્ડ અને નિગમોમાં નિમણૂકો થશે. ૧૨ જેટલાં બોર્ડ-નિગમમાં ૧૦૦થી ૧૫૦ જેટલા ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂકોને પણ આખરી ઓપ અપાઇ રહ્યો છે. એ જાેતાં એપ્રિલના બીજા વીકમાં ચૂંટણી જાહેર થઇ શકે છે. જાે આમ થાય તો આપ અને કોંગ્રેસ ઊંઘતી ઝડપાય, કેમ કે બંનેને માત્ર ૪૫ દિવસ જ મળે, જેની સામે ભાજપ લડવા માટે પેજ સમિતિઓ સાથે તૈયાર છે.


Share to

You may have missed