સુરત જેવા કેસનું પુનરાવર્તન નડિયાદમાં જાેવા મળ્યુંનડિયાદના દુધેલા ગામે એક તરફી પ્રેમમાં પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો આપઘાતનો પ્રયાસ

Share to(ડી.એન.એસ)નડિયાદ,તા.૧૨
વિરપુર તાલુકાના દુધેલા ગામમાં શૈલેષ પગી નામના યુવકે તેની પ્રેમિકા રમીલાની હત્યા કરી નાખી હતી. દુધેલા ગામમાં રહેતી રમીલાના લગ્ન ગયા વર્ષે જ થયા હતા. પરંતુ ગામના શૈલેષ સાથે પ્રેમ સંબંધના કારણે તેના છૂટાછેડા થયા હોવાનું સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ. જેથી તે તેના પરિવારજનો સાથે રહેતી હતી. ગત તા.૧૦ માર્ચના રોજ દુધેલા ગામમાં રહેતી ૨૧ વર્ષીય રમીલા તેના પરીવાર સાથે ઘઉંની કાપણી કરવા ખેતરમાં ગઈ હતી તે સમયે તેના જ ગામમાં રહેતા શૈલેષ ફુલાભાઈ પગી રમીલા જ્યા કામ કરતી હતી તે ખેતરમાં આવ્યો હતો. જ્યાં શૈલેષ રમીલાને પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરતો હતો. જેથી રમીલાએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ખેતરનું કામ પતાવી તેના ઘરે જતી રમીલાને શૈલેષે છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પ્રેમિકાની જાહેરમાં હત્યા કર્યા બાદ હત્યારો શૈલેષ પોતાના ઘરે દોડી ગયો હતો જ્યાં તેને તેના ઘરમાં પડેલી કોઈ ઝેરી દવા ગટગટાવી લેતાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ શૈલેષનો ભાઈ તેને સારવાર માટે લઈને નીકળ્યો હતો તે સમયે વિરપુર પોલીસ આવી પહોંચતા આરોપીના સગાને સાથે લઇ વિરપુર પોલીસ વિરપુર સરકારી દવાખાને પહોંચી હતી જ્યાં શૈલેષની પોલીસની નજર હેઠળ સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે ચતુરભાઇ ભુરાભાઇ રાવળ ની ફરિયાદ આધારે વીરપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિરપુર તાલુકાના દુધેલા ગામે રહેતા રમીલાના લગ્ન ગયા વર્ષે શીગ્નલી વિરણીયા ગામના અજયભાઈ રાવળ સાથે થયા હતા. પરંતુ રમીલાના ગામના જ શૈલેષ સાથે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાના કારણે તેના છેલ્લા ચાર માસથી રમીલાના છૂટાછેડા થયા હતા.વિરપુર તાલુકાના દુધેલા ગામે એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી નાંખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી તેના ઘરે જઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બનાવ અંગે શૈલેષ પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક અસરથી સ્થાનિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર હોસ્પિટલમાં પોલીસ નજર હેઠળ ચાલી રહી છે. આ અંગે મૃતક દીકરી ના પિતા વિરપુર પોલીસ મથકે આરોપી શૈલેષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Share to