(ડી.એન.એસ)મહારાષ્ટ્ર,તા.૦૯
શિવસેના સાંસદ સંજય રાઉતે જાહેરાત કરી હતી કે તેઓ સાંજે ૪ વાગે કેન્દ્રીય તપાસ એજન્સીઓના ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના ભ્રષ્ટ નેતાઓના કારનામાનો ખુલાસો કરવા જઈ રહ્યા છે. પરંતુ સંજય રાઉત કંઈ ખુલાસો કરે તે પહેલા જ ભાજપ અને કેન્દ્રીય એજન્સીએ સવારથી જ શિવસેનાના પદાધિકારીઓના ઘરો પર દરોડા પાડવાનું શરૂ કરી દીધું હતુ. તેમાંથી એક છે મહારાષ્ટ્રના પ્રવાસન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેના નજીકના સાથી અને શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી રાહુલ કનાલ અને પરિવહન મંત્રી અનિલ પરબના નજીકના સાથી સંજય કદમ. આ ઉપરાંત આરટીઓ અધિકારી અને અનિલ પરબના નજીકના સાથી બજરંગ ખરમાટેના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અનિલ પરબની ઈડ્ઢની પૂછપરછમાં રાઉતનું નામ સામે આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ પહેલા મંગળવારે સવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. તેમણે કહ્યું કે એક્ઝિટ પોલ ખોટા સાબિત થવાના છે. ૧૦ માર્ચ ચિત્ર કંઈક અલગ જ જાેવા મળશે. સંજય રાઉતે કહ્યું,”ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સંબંધિત એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. ૧૦ માર્ચ ઈફસ્ મશીનો ખુલશે તો અલગ જ ચિત્ર જાેવા મળશે. જે રાજ્યોમાં ચૂંટણીઓ થઈ છે ત્યાં લોકોમાં સત્તાધીશો સામે રોષ છે. ઈફસ્ મશીનો ખોલવામાં આવશે ત્યારે આ ગુસ્સો સ્પષ્ટપણે જાેવા મળશે. વધુમાં તેમણે કહ્યું હતુ કે,’હું આજે ઈડ્ઢના ભ્રષ્ટ અધિકારીઓનો પર્દાફાશ કરવાનો છું. મેં ઈડ્ઢ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર અંગે ઁસ્ નરેન્દ્ર મોદીને ૧૩ પાનાનો પત્ર મોકલ્યો છે.રાજકીય વિરોધીઓ પર કાર્યવાહી કરીને ઈડ્ઢના અધિકારીઓ ભાજપને કેવી રીતે રાજકીય મદદ કરી રહ્યા છે, તે સ્પષ્ટ થશે. હું એક પછી એક બધું લાવીશ. કેટલાક ખાસ લોકો આપણા પર હુમલો કરે છે અને ર્નિમળ બનીને ફરે છે. તેમના મુખટા ઉતારવાનો પણ સમય આવી ગયો છે.
