બોડેલી ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા અને એમ .ડી .આઈ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

Share to8 માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ખત્રી વિદ્યાલય અને એમ. ડી .આઈ માં પ્રાર્થના સભામાં દેશની મહિલા વીરાંગના ઓ જેવીકે લતા મંગેશકર જી ,પી .ટી .ઉષા , રાણી લક્ષ્મીબાઈ ,કલ્પના ચાવલા, અરુણિમા સિંઘ,રાઝિયા સુલતાન,સરોજિની નાયડુ વગેરે ના યોગદાન વિશે શાળાના આચાર્ય શ્રી યુ. વાય. ટપલા દ્વારા ચર્ચા કરવામાં આવી .
જેમાં પ્રોજેક્ટર દ્વારા તેમના યોગદાનની સમજ આપવામાં વિશેષમાં શાળાના વિદ્યાર્થી ખત્રી અ. કાદીરએ કરાટે દ્વારા વિદ્યાર્થિનીઓને સ્વબચાવના લાઠીચાર્જની પ્રેક્ટીકલ સમજ આપવામાં આવી .
સાથે સાથે શાળાની શિક્ષિકા બહેનોએ દીકરીઓ દ્વારા જ વર્ગ સફાઈ, મેદાન સફાઈ ની સાથે દીકરીઓને શારીરિક સમસ્યાઓ વિશે અલગથી સમજણ આપવામાં આવી. વર્ષ દરમિયાન શાળામાંથી દીકરીઓએ અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો તેઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તમામ દીકરીઓને ચોકલેટ આપવામાં આવી અને દીકરીઓ સમાજમાં અગ્રેસર જ છે તેવી લાગણીઓ પેદા કરવામાં આવી .સ્ત્રી છે તો સમાજ છે .સ્ત્રી છે તો કુટુંબ છે અને સ્ત્રી છે તો જ દુનિયા છે એવા અલગ અલગ સ્લોગન દ્વારા પોસ્ટર સ્પર્ધા કરવામાં આવી.
આમ શાળામાં મહિલા સશક્તિકરણ ની અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સ્ત્રી જાગૃતિ આવે તે માટે ગામમાં રેલી કાઢી લોકજાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. જેનું સમગ્ર સંચાલન શાળાના મદદનીશ શિક્ષિકા શબનમ બહેન તથા સીમા બહેન કર્યું.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed