October 23, 2024

નેત્રંગ તાલુકામાં ફિટકાર વરસાવતી ધટના : ગંભીર ગુન્હાની જાણ થતાં નાયબ પોલિસ અધિક્ષક તપાસમાં જોડાયા: ચાર દિકરીઓના પિતાએ 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુંત્રણ ઈસમો વિરુદ્ધ પોસ્કો એક્ટ, એટ્રોસિટી અને મારામારીની કલમ જોડી કાયદેસરની કાર્યવાહી હાથધરી

Share to


દૂરદર્શન ન્યુઝ નેત્રંગ
નેત્રંગ તાલુકામાં સમાજ માટે લાલબત્તી સમાન કીસ્સો બહાર આવ્યો છે. જ્યાં એક જ ફળિયામાં વસવાટ કરતા ચાર છોકરીઓના પિતાએ પોતાની દીકરીની ઉંમરની અન્ય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
નેત્રંગમાં તાલુકાના એક ગામમાં ટેમ્પો ના ડ્રાઇવર ભરવાડ મુકેશ રાજા નામનાં નરાધમે 14 વર્ષિય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે ભોગ બનનાર દિકરીના પિતાને બીજા ત્રણ ઈસમોએ ભેગા મળી ઢોરમાર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી હતી. આ ધટના બાદ ત્રણ ઈસમો વિરુદ્ધ નેત્રંગ પોલિસે પોસ્કો એક્ટ, એટ્રોસિટી અને મારામારીને લગતી કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુન્હાની ગંભીરતાની જાણ થતાં નાયબ પોલિસ અધિક્ષક ચિરાગ દેસાઈ એ આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફ.આઈ.આર. મુજબ નેત્રંગ તાલુકાના એક ગામમા સોમવારે રાત્રે નવેક વાગ્યેના સુમારે આ ધટના બનવા પામી હતી. જ્યાં રાત્રીના નવ વાગ્યાન સમયે ઘરમાં દિકરીને ન જોતા પિતાએ દીકરીની શોધખોળ આદરી હતી. શોધખોળ દરમ્યાન ફળિયામાં જ આવેલાં એક ઘરના ધાબા ઉપર સગીરાને શોધતા શોધતા પિતા ઉપર પોહચી ગયા હતા. જ્યાં દીકરીને બંધક બનાવી ભરવાડ મુકેશ રાજા નામનો નરાધમ દુષ્કર્મ આચરી રહ્યો હતો. નરાધમના ચુંગલમાંથી પિતાએ ત્યાંથી સગીરાને છોડાવી હતી.
ભરવાડ મુકેશ રાજા નામનો નરાધમ ધાબા ઉપરથી નાસીને પોતાના ઘરના ધાબા ઉપર આવી ગયો. ત્યાં સગીરાના પિતા પણ ઈસમને પકડવા પાછળ દોડ્યા હતા. અહીં પકડવા જતાં ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે જેવો ઘાટ થયો હતો. જ્યાં ભોગ બનનાર દિકરીના પિતાને નરાધમ મુકેશ રાજા ભરવાડે અને ભરત ભરવાડ તથા અન્ય એક ઈસમે ઉપરાણું લેતાં મામલો બિચકતા હતો. ત્રણેય ભરવાડોએ બેન સમાડી ગાડો ભાંડીને આદિવાસી પરિવારને જાતિવિષયક ટિપ્પણીઓ કરી હતી. સગીરાના પિતાને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યાં માથાના ભાગે મારી દેતા ગંભીર ઇજા પહોંચાડી હતી. તે દરમ્યાન બૂમાબૂમ થતાં દીકરીના માતાએ દોડી આવી વચ્ચે પડી ભોગ બનનાર સગીરાના પિતાને વધુ મારથી બચાવ્યો હતો. ભોગ બનનાર પિતાને ગંભીર ઇજા થતાં નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.



એક સ્ત્રી તરીકે સ્ત્રી જોડે ખોટું કરનારને છાવરવા માટે ભોગ બનેલા ને ઢોરમાર મારવો કેટલું યોગ્ય ?
નેત્રંગ, દેડિયાપાડા, ઝગડીયા ત્રણ તાલુકામાં છેલ્લા દોઢ મહિનામાં રેપ અને ગેંગ રેપ જેવી ધટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે તમામ સમાજે ચેતવાની જરૂર છે. સમાજમાં આવી ધટના નીંદાને પાત્ર છે. નેત્રંગ તાલુકામાં ત્રણ બાળકોને ના પિતા ઉપર લોકો એ ફિટકાર વરસાવ્યો હતો અને કડક સજાની માગ કરી હતી.
ભોગ બનનાર દીકરીના પિતાએ ( DNSNEWS ) સાથેની વાતચીતમાં ચોકાવનારી વિગતો આપી હતી. દુષ્કર્મ કરનાર નરાધમના ઘરની સ્ત્રીઓએ સગીરાના પિતા ઉપર પણ હાથ ઉપાડ્યો હોવાનું કબુલ્યું હતું.એક સ્ત્રી તરીકે સ્ત્રી જોડે ખોટું કરનારને છાવરવા માટે ભોગ બનેલા ગરીબને ઢોરમાર મારવો કેટલું યોગ્ય કેહવાય? આ ધટના ખરેખર નિંદનીય છે. વાત આટલે અટકતી નથી ગરીબ કુટુંબ હોવાથી લાલચ આપી ભીનું સંકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આમ, ખોટું કરવા અને ખોટાં કામોમાં સાથ આપનાર બને વ્યકિત સરખા દોષ છે.


ગુ.ર..FIRN૦-૧૧૧૯૯૦૦૫૨૨૦૧૭૧/૨૦૨૨ ઈપીકો કલમ ઇપીકો કલમ- ૩૭૬(૩).૩૨૩,૩૩૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા પોસ્કો એકટ કલમ ૪,૬,૧૨ મુજબ તથા એટ્રોસીટી એકટ કલમ- ૩(૧)(R),(S),૩(૨)૫, ૩(૨)(૫-૨) ૩(૧)(W 1) મુજબ ગુનો તા.૦૮/૦૩/૨૦૨૨નાં કલાક ૦૦/૩૦ વાગે દાખલ કરવામા આવ્યો.


આરોપીઓ

1) મુકેશ રાજાભાઇ ભરવાડ રહે-નેત્રંગ નેત્રંગ જી.ભરૂચ
(2) ભરતભાઇ ભરવાડ જેનુ પુરૂનામ ઠામ જણાયેલ નથી.
રહે-નેત્રંગ, તા.નેત્રંગ જી.ભરૂચ
(3) એક ઈસમ જેનું નામઠામ જણાયેલ નથી


Share to

You may have missed