સુરતમાં અડાજણમાં કરોડો રૂપિયાના પ્લોટ પરનો ગેરકાયદે થયેલો કબ્જો દૂર કરાયો

Share to
(ડી.એન.એસ)સુરત,તા.૦૭
રાંદેર ઝોન વિસ્તારમાં ટી.પી. 10 (અડાજણ)ના રેવન્યુ સર્વે નં. 690થી નોંધાયેલ કરોડો રૂપિયાની મનપાની માલિકીના પ્લોટ પર દબાણ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે વહીવટી તંત્ર ભીંસમાં મુકાઈ જવા પામ્યું હતું. અગાઉ આ પ્લોટ કેબલ બ્રિજના કામ માટે ગેમન ઈન્ડિયા અને યુનિક કન્સ્ટ્રકશન આપવામાં આવી હતી. જો કે, બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ હવે આ પ્લોટ પર દબાણ દૂર કરવામાં ન આવતા લોકોમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો. પાલિકાની માલિકીની કરોડો રૂપિયા ની જગ્યા પર કેટલાક લોકોએ ગેરકાયદે કબ્જો કર્યો હોવાની ફરિયાદ બાદ પાલિકા તંત્ર એ દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી. કરોડો રૂપિયાની સુરત મહાનગરપાલિકાની જમીન ઉપર ખોટી રીતે બંધ ઇરાદાપૂર્વક કબ્જો કરી લીધો હતો. પ્લોટની બહાર ફૂ઼ડ કોર્ટ કે ચાલી રહ્યું છે. તેની સૂચના મુજબ પણ લગાડી દીધું હતું. પ્લોટ પર કબ્જો કરનારે ખોટી રીતે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે તપાસ થયા બાદ માલૂમ પડ્યું કે, તમામ બાબતો ખોટી છે. આ ગેરકાયદેસર રીતે દબાણ કરી રહ્યો છે. કોર્પોરેશન આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવાની સરાહનીય કામગીરી કરી છે. સુરત કોર્પોરેશનના રાંદેર ઝોનમાં પાલ એક્વેરિયમની બાજુની જગ્યામાં કરોડો રૂપિયાની પાલિકાની જગ્યા પર કબ્જો કરી દેવાયો હોવાની ફરિયાદ બાદ પાલિકા તંત્ર જાગ્યું છે. માજી ડેપ્યુટી મેયરની લેખિત ફરિયાદ બાદ પાલિકાના રાંદેર ઝોન દ્વારા પાલિકાની જગ્યા પરથી કબજો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. સુરતના ડેપ્યુટી મેયર નિરવ શાહે પાલિકા તંત્રને પત્ર લખીને અડાજણમાં એક્વેરિયમની પાસે આવેલા સોનાની લગડી સમાન મહાનગર પાલિકાના પ્લોટ પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી. આ પહેલા પણ કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં હતાં. અધિકારીઓની પણ મિલીભગત હોવાની શંકા હતી. જો મ્યુનિસિપલ કમિશનર યોગ્ય રીતે તપાસ કરે તો કેટલાક અધિકારીઓએ આમાં કટકી કરી લીધી હોવાને કારણે ફરિયાદ મળ્યા બાદ પણ કોઈ કામગીરી કરી ન હતી.


Share to