October 15, 2024

સુરતમાં જ્વેલર્સની દુકાનમાં ઘુસી ચપ્પુના ઘા મારી દોઢ કરોડની લૂંટ

Share to


(ડી.એન.એસ)સુરત,તા.૦૭
મૂળ અમરેલીના દેવાળિયા ગામનો ચેતન ધીરુભાઈ સુખડિયા હાલ સ્વાતિ સોસાયટીમાં જ્વેલરીનું કામ કરે છે. સરથાણાના યોગી ચોકમાં આવેલા સાંઈ પેલેસ બિલ્ડિંગમાં જાેલી સન્સ નામથી જ્વેલરીની દુકાન છે. બીજી તરફ ભેસ્તાનમાં રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતો વિક્રાંત જગદીશ જાેષી ફાઈનાન્સનું કામ કરે છે. વરાછામાં હીરા બાગ પાસે આવેલા સારથિ કોમ્પ્લેક્સમાં તેની જય અંબે ગ્રુપ નામની ફાઈનાન્સની ઓફિસ છે. આઠેક મહિલા પહેલાં ચેતનને રૂપિયાની જરૂર હતી. તે વિક્રાંતને પહેલાંથી ઓળખતો, તેથી તેની હીરા બાગ પાસે આવેલી ઓફિસે જઈને ૩૧૦૦ ગ્રામ સોનાનાં ઘરેણાં ગીરવી મૂકીને તેમની પાસેથી ૧.૫ કરોડ રૂપિયા ગોલ્ડ લોન પેટે વ્યાજે લીધા હતા. એ સમયસર હપતા પણ ભરતો હતો. ૧.૫ કરોડ રૂપિયા આપવાના બાકી હતા. ૬ માર્ચના રોજ સાંજે વિક્રાંત તેના મિત્રો આલોક, કૃણાલ ડોંડા અને બિરજુ ડોંડા સાથે ચેતનની યોગી ચોકમાં આવેલી જ્વેલરીની દુકાને ગયો હતો. એ સાથે ચેતને ગીરવી મૂકેલા સોનાનાં ઘરેણાં પણ લઈ ગયો હતો. ત્યાં ચેતન ઉપરાંત ત્રણ અજાણ્યા હતા. એ સમયે વિક્રાંત અને ચેતન વચ્ચે રૂપિયાને કારણે મારામારી થઈ હતી. ચેતન તરફથી અજાણ્યાઓએ વિક્રાંતને ચપ્પુ માર્યું હતું. કૃણાલ અને વિક્રાંતે ચેતનને માર માર્યો હતો. આ બાબતે ચેતને આરોપી વિક્રાંત, આલોક, કૃણાલ અને બીરજુ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં માર મારવાની ફરિયાદ આપી છે. તેની સામે વિક્રાંતે આરોપી ચેતન અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો વિરુદ્ધ ૩૧૦૦ ગ્રામ સોનાનાં ઘરેણાં લૂંટીને નાસી જવાની ફરિયાદ આપી છે. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી છે. ચેતનને નાણાંની જરૂર પડતાં વિક્રાંત પાસે લીધા હતા પણ વિક્રાંતને રૂપિયાની જરૂરત પડતાં તે ચેતનને કહેતો હતો કે તેના બાકી રૂપિયા આપી જાય અને સોનું છોડાવીને લઈ જાય. પરંતુ ચેતન પાસે રૂપિયાની વ્યવસ્થા ન હતી. તેથી તેણે કહ્યું, સોનું કોઈ બેંકમાં મૂકીને ગોલ્ડ લોન લઈને રૂપિયા આપી દેશે. આ માટે તેમની વાતચીત ચાલતી હતી. દરમિયાન આ ઘટના બની હતી.સુરતના સરથાણામાં યોગી ચોક વિસ્તારમાં ગત ૫ માર્ચના રોજ જ્વેલર્સની દુકાનનાં બે જૂથ રૂપિયા માટે લડ્યા હતા. બંને જૂથે એકબીજા પર હુમલો કર્યો હતો. એક જૂથના ત્રણ ચપ્પુથી હુમલો કરી દોઢ કરોડ રૂપિયાની કિંમતનાં સોનાનાં ઘરેણાં લૂંટીને નાસી ગયા હતા. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ પણ નોંધી છે. હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.


Share to

You may have missed