(ડી.એન.એસ)રશિયા,તા.૦૭
ઘરેલુ હિંસાના એક મામલામાં મહત્વપૂર્ણ આદેશ આપતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ‘ઝઘડાખોર સ્વભાવની પુત્રવધૂને સંયુક્ત મકાનમાં રહેવાનો અધિકાર નથી અને મિલકતનો માલિક તેને બેદખલ કરી શકે છે.’ આ ચુકાદાની પંક્તિ વાંચ્યા પછી તમને લાગશે કે તે ચોક્કસપણે સાસુ-વહુની લડાઈનો મામલો હશે, જ્યારે આ મામલો પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો હતો, જેમાં ૬૯ વર્ષીય સાસુ અને ૭૪ વર્ષના સસરાને વચ્ચે આવવું પડ્યું. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ નીચલી કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો. પુત્ર અને પુત્રવધૂ વચ્ચે રોજબરોજના ઝઘડાઓથી સાસુ પરેશાન થઈ ગઈ હતી. જે બાદ પુત્ર ઘર છોડીને ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયો, પરંતુ પુત્રવધૂ તેની વૃદ્ધ સાસુ વિરૂદ્ધ ઉભી રહી. તે ઘર છોડવા માંગતી ન હતી. તે જ સમયે, સાસુ તેની વહુને ઘરની બહાર કાઢવા માંગતી હતી. આ માટે સસરાએ કોર્ટમાં અરજી પણ કરી હતી. હાલના કિસ્સામાં, જ્યાં સુધી પુત્રવધૂ લગ્નના બંધનમાં રહે છે, ત્યાં સુધી તેને ઘરેલું હિંસા અધિનિયમની કલમ ૧૯(૧) (ક) હેઠળ બીજું ઘર આપવામાં આવશે. તે સ્પષ્ટ છે કે જાે પુત્રવધૂ છૂટાછેડા ન આપે અને સાસુ તેને ઘરની બહાર કાઢી મૂકે, તો તેઓ પુત્રવધૂના રહેવા માટે અન્ય વ્યવસ્થા કરશે. જેની સાસરા પક્ષની જવાબદારી રહેશે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યોગેશ ખન્નાએ કહ્યું કે સંયુક્ત પરિવારના મકાનના કિસ્સામાં સંબંધિત મિલકતનો માલિક પુત્રવધૂને મિલકતમાંથી બેદખલ કરી શકે છે. જાે કે, અગાઉના એક કેસમાં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ઘરેલું હિંસાથી પીડિત પત્નીને ફક્ત પતિના માતા-પિતા (સાસુ)ના ઘરમાં રહેવાનો જ કાયદેસર અધિકાર છે, પરંતુ પતિ દ્વારા બાંધવામાં આવેલ ઘર પર પત્નીનો અધિકાર રહેશે. પરણીત અને વિધવા પુત્રવધુને સંપત્તિનો અધિકાર, પરણીત મહિલા જાેઈન્ટ હિન્દુ ફેમિલીની સભ્ય હોય છે પરંતુ સમાન ઉત્તરાધિકારી નહીં. પુત્રવધુને પોતાના સાસરીયાની સંપત્તિમાં કોઈ અધિકાર હોતો નથી. જાેઈન્ટ ફેમિલીમાં પતિએ જાે સંપત્તિ બનાવી હોય તો તેમાં પત્નીનો અધિકાર હોય છે. પુત્રવધુ સાસરીયાની સંપતિ પર અધિકાર પોતાના પતિના માધ્યમથી જ લઈ શકે છે. સાસુના નિધન બાદ તેની સંપત્તિ પર બાળકોનો અધિકાર રહેશે. પુત્રવધુ એ ભાગની હકદાર રહેશે જે તેના પતિના ભાગમાં આવી છે. પુત્રવધુને ઘરમાં ત્યાં સુધી રહેવાનો અધિકાર છે જ્યાં સુધી તે પરણીત છે. સાસરીયા વાળા જાે ભાડાના મકાનમાં છે તો પણ પુત્રવધુને રહેવાનો અધિકાર છે. સસરાએ ખુદએ બનાવેલી સંપત્તિમાં પુત્રવધુનો કોઈ કાયદાકીય અધિકાર નથી. વિધવા પુત્રવધુને પોતાના પતિ દ્વારા છોડી ગયેલી સંપત્તિ પર અધિકાર છે. પરણીત મહિલાનો સાસરીયા વાળાની સ્વયં અર્જિત સંપત્તિ પર અધિકાર નથી. વૃદ્ધ માતા-પિતા પોતાના પુત્રો અથવા પુત્રો ન હોવા પર ઉત્તરાધિકારીઓનું ભરણ-પોષણ લેવા માટે કોર્ટ જઈ શકે છે. પ્રોપર્ટી લેણદેણ બાદ વૃદ્ધને હેરાન કરનાર પુત્રોએ તેમની સંપત્તિ પરત પણ આપવી પડે શકે છે. દર મહિને ૧૦ હજાર સુધીનો ખર્ચ વૃદ્ધ માતા-પિતાને રેવેન્યુ કોર્ટથી મેળવી શકાય છે. વૃદ્ધોને શાંતિથી રહેવા માટે પુત્ર-પુત્રી અથવા પુત્રવધુથી પોતાનું ઘર ખાલી કરવાનો અધિકાર છે. કોર્ટે પુત્રવધૂની અપીલ ફગાવી દીધી. સાસુ-સસરાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું- વૃદ્ધ સાસુને શાંતિથી જીવવાનો અધિકાર છે. તેઓ પુત્રવધૂને તેમની શાંતિ માટે ઘરની બહાર કાઢી શકે છે. સંયુક્ત કુટુંબમાં મિલકતનો માલિક પુત્રવધૂને પણ મિલકતમાંથી બેદખલ કરી શકે છે. જાે કે, જ્યારે પુત્રવધૂએ મિલકતનો દાવો કર્યો હતો, ત્યારે સસરાએ ૨૦૧૬ માં નીચલી કોર્ટમાં તેમના ઘરના કબજા માટે દાવો કર્યો હતો. જે મુજબ તે મિલકતનો સંપૂર્ણ માલિક છે અને તેનો પુત્ર (પુત્રવધૂનો પતિ) અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ થઈ ગયો છે. તે જ સમયે, બંને વડીલો તેમની વહુ સાથે રહેવા માંગતા નથી, કારણ કે પુત્રવધૂ દરરોજ લડે છે. કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે ઘરેલું હિંસા અધિનિયમની કલમ ૧૯ હેઠળ રહેઠાણનો અધિકાર સંયુક્ત મકાનમાં રહેવા માટે જરૂરી અધિકાર નથી. ખાસ કરીને એવા કિસ્સાઓ કે જ્યાં પુત્રવધૂ તેની વૃદ્ધ સાસુ સામે લડતી હોય.
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ માં તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ – ૨, ૪,૦૦૦/- રોકડા રૂપિયા, કિંમતી સામાનનું બાચકું મળી કુલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા અને અવિધા ગામે થયેલ ચોરીઓના આરોપીઓને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ ત્રણ આરોપીઓ પૈકી બે આરોપી વડોદરા અને પંચમહાલ જિલ્લાના ચોરીના દસ જેટલા ગુનામાં નાસતા ફરતા હતા