યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વડાપ્રધાન મોદી ફોન પર વાત કરશે

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૭
રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. રશિયા-યુક્રેન યુદ્ધનો ૧૨મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ આકરા પ્રતિબંધો છતાં રશિયાના હુમલાઓ તેજ થઈ રહ્યા છે.હાલ રશિયન સેના યુક્રેનના રહેણાંક વિસ્તારોને સતત નિશાન બનાવી રહી છે, જેના કારણે દુનિયાભરના દેશો લોકોને બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરશે. રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. જે બાદ પીએમ મોદીએ ૨૬ ફેબ્રુઆરીએ પહેલીવાર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી.તમને જણાવી દઈએ કે, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનથી પોતાને દૂર રાખ્યા છે. જેના કારણે ઝેલેન્સકીએ ઁસ્ને કહ્યું કે ભારતે યુએન સુરક્ષા પરિષદમાં યુક્રેનનું સમર્થન કરવું જાેઈએ. જાે કે ભારત આ મામલે કોઈ એક પક્ષને સમર્થન આપવાનું ટાળી રહ્યું છે. તેમણે યુદ્ધના ઉકેલ માટે કૂટનીતિને જરૂરી ગણાવી છે. ભારતે યુક્રેન યુદ્ધની નિંદા કરી છે, સાથે જ રશિયા વિરુદ્ધ મતદાન કરવાથી પણ દૂરી બનાવી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકાર પણ તમામ પ્રયાસો કરી રહી છે. આ માટે ઓપરેશન ગંગા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેથી કરીને લોકોને યુદ્ધગ્રસ્ત દેશમાંથી પાછા લાવી શકાય. નાગરિકો સુરક્ષિત રીતે પરત આવે તે માટે સરકારે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવાનો ર્નિણય લીધો હતો. આ સાથે, વિદેશ મંત્રાલયે યુદ્ધવિરામ માટે પણ વિનંતી કરી છે. આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે રવિવારે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલા વચ્ચે બંને નેતાઓએ એક દિવસ પહેલા મોસ્કોમાં વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, બેનેટે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ ફોન પર વાત કરી હતી.તમને જણાવી દઈએ કે, બેનેટે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે મધ્યસ્થતાના પગલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ફોન પર ઘણી વખત વાત કરી છે


Share to