November 19, 2024

જૂનાગઢના અધિક કલેક્ટર એલ, બી બાંભણિયા દ્વારા જિલ્લાનો પોટેન્શીયલ લિંક પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યુંજૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાબાર્ડના પીએલપીમાં રૂા.૮૨૫૦.૫૭ કરોડના બેન્ક ધિરાણની શક્યતાઓનું આંકલન

Share to



જૂનાગઢ તા.૨૯ જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાબાર્ડના પીએલપીમાં રૂા.૮૨૫૦.૫૭ કરોડના બેન્ક ધિરાણની શક્યતાઓનું આંકલન કરવામાં આવ્યું છે. નાબાર્ડના પોટેન્શીયલ લિંક પ્લાનનું અધિક કલેક્ટરશ્રી જૂનાગઢ એલ.બી.બાંભણિયાના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ મીટીંગમાં નાબાર્ડના કિરણ રાઉતે જણાવ્યું હતું કે, વિવિધ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાબાર્ડના પી.એલ.પી.માં રૂા.૮૨૫૦.૫૭ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્યું હતું. જેમાં એમ.એસ.એમ.ઇ સેક્ટર માટે રૂા.૯૩૬.૩૨ કરોડ(૧૧.૩૫ ટકા) કૃષિ ક્ષેત્રે વિશેષ પ્રધાન્ય આપી પાક ધિરાણ માટે રૂા.૪૩૫૭.૪૯ કરોડ(૫૨.૮૧ ટકા) મધ્ય અને લાંબી મુદ્દતનાં ખેતી ધિરાણ માટે રૂા.૨૩૫૫.૬૭ કરોડ(૨૮.૫૫ ટકા) અને અન્ય પ્રાથમિકતાવાળા ક્ષેત્ર જેમ કે એક્સપોર્ટ, શિક્ષા, હાઉસીંગ, રીન્યુએબલ એનર્જી અને સોશ્યલ ઇન્ફ્રાસ્ટક્ચર માટે રૂા.૪૧૭.૨૬ કરોડ (૫.૦૬ ટકા)નું આંકલન કરવામાં આવ્યું છે તેમ નાબાર્ડના જિલ્લા અધિકારી કીરણ રાઉતે જણાવ્યું હતું.

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

You may have missed