જિલ્લા આયોજન હેઠળના બાકી કામો ત્વરિત પૂર્ણ કરવાકલેક્ટરશ્રીના દ્વારા અપાયેલી સૂચના0 0 0 0 0 0 0જિલ્લા આયોજન મંડળ ભરૂચની કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

Share to


ભરૂચઃશુક્રવારઃ- જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ ભરૂચની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લા આયોજન હેઠળના બાકી કામો ત્વરિત પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. જે કામગીરીનું તાલુકા વિકાસ અધિકારી ધ્વારા કમિટમેન્ટ આપવામાં આવેલ છે તે કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તાકિદ કરી હતી.
બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા યોજન કાર્યક્રમ અંતર્ગત ૧૫% વિવેકાધિન, ૫% પ્રોત્સાહક, રાષ્ટ્રીય પર્વ, વિકાસશીલ તાલુકો, ધારાસભ્ય ફંડ, ATVT યોજનાના કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, જિલ્લા આયોજન અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રીઓ, આરોગ્ય, માર્ગ અને મકાન(પંચાયત) વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed