ભરૂચ પાલેજ માંથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી

Share to
ભરૂચ જિલ્લાના પાલેજ માંથી રીક્ષામાં માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો લઈ જતા બે ઇસમોને 30 કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા હતા
ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તેના માટે એસ.ઓ.જી પોલીસ પાલેજ વિસ્તારમાં ગઇકાલે પેટ્રોલિંગમાં હતી તે દરિમ્યાન ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી ની ટીમ દ્વારા હોટલ સીટી પોઇન્ટ ની બાજુના રોડ ઉપર જહાંગીર પાર્ક સોસાયટી ખાતેથી એક ઓટો રીક્ષા નં. GJ/01/TB/0396 માં બે યુવાનો આવતાં જોઈ તેમને કોર્ડન કરી રોકી રીક્ષાની ઝડતી તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજાનો 30 કીલો 650 ગ્રામ જથ્થો જેની કિંમત રૂ. 3,06,500/- તથા બંન્નેની અંગઝડતીમાં 2 મોબાઇલ, રીક્ષા મળી કુલ રૂ. 4,02,000/- નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો

ગાંજા સાથે પકડાયેલા આરોપી (1) અસીમ ઐયુબ સિંધી અને (2) ભરત શંકર માછી ની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે નાવેદખાન નાશીરખાન પઠાણ ને વોન્ટેડ જાહેર કરાયો હતો


Share to

You may have missed