(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૩
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન બાદ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતી કરવામાં આવી રહી હતી પણ ગુજરાત શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-૨માં મોટાપાયે બદલીઓ કરવામાં આવી હતી.બાદમાં પોલીસ ખાતામાં અને હવે ડેપ્યુટી કલેકટર કક્ષાના ૧૩૪ અધિકારીઓની બદલી કારવામાં આવી છે. તેમજ ગેસ કેડરના ૩૩ અધિકારીની બઢતી કરાઈ છે. રાજ્યના ૯ આઈએએસ અધિકારીઓને પ્રમોશન સાથે બદલીના આદેશ થયા છે. જેમાં ઔડાના મુખ્ય કાર્યકારી અધિકારી એ.બી ગોરની પ્રમોશન સાથે વડોદરાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે આઈએએસ ડી.પી દેસાઈની પ્રમોશન સાથે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે બદલી કરાઈ છે.આ ઉપરાંત અન્ય જે આઈએએસ અધિકારીઓને પ્રમોશન મળ્યું છે તેમાં ડો. અજય કુમાર, ૨૦૦૬ની બેચના આઈએએસ જેઓ ડેપ્યુટેશન પર ભારત સરકારમાં શિક્ષણ વિભાગમાં શિક્ષણ મંત્રીના પ્રાઈવેટ સેક્રેટરીના પદે કાર્યરત હતા તેઓ પ્રમોશન સાથે પોતાની સેવા ચાલું રાખશે. આવી જ રીતે વર્ષ ૨૦૦૬ની જ બેચના આઈએએસ જેનુ દેવનને પ્રમોશન સાથે સ્પેમ્પના અધિક્ષક અને નોંધણી મહાનિરીક્ષક ગાંધીનગર તરીકે બદલી થઈ છે.
More Stories
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
દિવાળી પૂર્વે એકતા નગરને મળી વિકાસની ભેટ —— વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે એકતા નગર ખાતે રૂ.૨૮૪ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
જૂનાગઢ માં e-FIR એપ્લીકેશનથી રજી.થયેલ મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને પકડી પાડતિ એ.ડીવીઝન પોલીસ