November 21, 2024

બોડેલી સહિત અનેક વિસ્તારોમાં આજે વહેલી સવાર થી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ધુમ્મસની ચાદર છવાઈ જવાના કારણે બોડેલી નગર હિલસ્ટેશનમાં ફેરવાયું હોય તેવો માહોલ

Share to



બોડેલી આજુબાજુના વિવિધ માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને અનેક તકલીફોનો સમાનો કરવાનો વારો આવ્યો
ધુમ્મસની ચાદર છવાઈ જવાના કારણે બોડેલી નગર હિલસ્ટેશનમાં ફેરવાઈ ગયું વાહનચાલકોને ફરજીયાત પોતાના વાહનોની લાઈટ ઓન રાખવી પડી ધુમ્મસની ચાદર છવાઈ જવાના કારણે સમગ્ર વિસ્તાર હિલસ્ટેશનમાં ફેરવાઈ ગયો હતો. વાતાવરણમાં અચાનક પલ્ટા સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતા વીઝીબીલીટી ઘટી જવાના કારણે વહેલી સવારના સુમારે હાઈવે માર્ગ ઉપર 50 મીટર દુરનું દ્રશ્ય પણ સ્પષ્ટપણે જોઈ શકાતુ ન હતું. વહેલી સવારે પોતાના કામકાજ અર્થે નોકરી-ધંધાર્થે નીકળતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ખાસ કરીને હાઈવે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને પોતાના વાહનોની હેડલાઈટ્સ ફરજીયાત ઓન કરવાની ફરજ પડી હતી


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed