December 21, 2024

બાઈડને અમેરિકી સૈનિકોને યુરોપ મોકલવાનો આદેશ આપતા રશિયા લાલઘૂમ

Share to



(ડી.એન.એસ),કોંગો,તા.૦૩
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન આ અઠવાડિયે લગભગ ૨૦૦૦ સૈનિક પોલેન્ડ અને જર્મની મોકલી રહ્યા છે તથા જર્મનીથી ૧૦૦૦ સૈનિક રોમાનિયા પહોંચી રહ્યા છે. પેંટાગને બુધવારે આ જાણકારી આપી. રશિયાએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને કહ્યું કે આ તૈનાતીનો કોઈ આધાર નથી અને તે ‘વિનાશક’ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટેલીફોન પર બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેનસન સાથે પણ વાતચીત કરી. બંને સરકાર તરફથી જાહેર થયેલા નિવેદનો અનુસાર તેમની વચ્ચે વાતચીતથી કોઈ વાત ના બની. પુતિન કહી રહ્યા છે કે પશ્ચિમી દેશ રશિયાની સુરક્ષા ચિંતાઓ પર ધ્યાન નથી આપી રહ્યો. જ્યારે જાેનસને યુક્રેનની સરહદ પર રશિયાની પ્રતિકૂળ પ્રવૃત્તિ અંગે મોમોટી ચિંતા વ્યક્ત કરી. પેંટાગનના પ્રેસ સચિવ જાેન કિર્બીએ કહ્યું કે યુએસ દળોની તાત્કાલિક તૈનાતીનો હેતુ અસ્થાયી રૂપે યુએસ અને સંલગ્ન સંરક્ષણ પાયાના મનોબળને વધારવાનો છે અને યુએસ દળો યુક્રેનમાં પ્રવેશ કરશે નહીં. તેમને કહ્યું કે આ કાયમી પગલાં નથી.’ તેમણે કહ્યું હતું કે યુક્રેનની સરહદ નજીક રશિયાના લગભગ ૧,૦૦,૦૦૦ સૈનિકોને એકત્ર કરવા પર વધી રહેલા તણાવ વચ્ચે સાથી દેશોને આશ્વાસન આપવાનો હેતુ હતો. તેમને કહ્યું કે તેમણે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં પણ રશિયાનો મેળાવડો ચાલુ છે, જ્યારે અમેરિકા તેમને અપીલ કરી રહ્યું છે કે પરિસ્થિતિ વધુ ખરાબ ન થવા દો. આ દરમિયાન રશિયાના નાયબ વિદેશ પ્રધાન એલેક્ઝાન્ડર ગ્રુશ્કોએ ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે “નિરાધાર વિનાશક પગલાં માત્ર લશ્કરી તણાવમાં વધારો કરશે અને રાજકીય ર્નિણયોનો અવકાશ ઘટાડશે.” યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ ફરીથી રશિયન હુમલાની આશંકાને નકારી કાઢી અને પત્રકારોને કહ્યું કે જાે રશિયા આવું પગલું લેશે તો યુક્રેન જવાબ આપશે. યુ.એસ.એ સમગ્ર યુરોપમાં વધતી જતી આશંકાઓ પર ભાર મૂક્યો છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન પર હુમલો કરવા માટે તૈયાર છે, અને પૂર્વ યુરોપમાં નાના ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) સભ્ય દેશો ચિંતિત છે કે તે તેમનો આગામી વારો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનની સરહદ નજીક રશિયાના ૧ લાખથી વધારે સૈનિક તૈનાત કર્યા બાદ યુક્રેન પર રશિયાના આક્રમણની આશંકા વધી ગઈ છે. ત્યારે રશિયન અધિકારીઓએ આ વાત પર ભાર મુક્યો છે કે મોસ્કોનો હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી.


Share to

You may have missed