December 7, 2024

સરકારી ખાતરનો જથ્થો પકડી પાડતી છોટાઉદેપુર એસ ઓ જી પોલીસ નસવાડીના બોરીયાદ ગામમાં ખાનગી વેપારીને ત્યાં ખાતરનો જથ્થો મળી આવતા ચકચાર”શુભમ પ્રોવિઝન સ્ટોર માં મળી આવ્યો સરકારી ખાતર નો જથ્થો”

Share to



નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે સરકારી ખાતરનો જથ્થો મળી આવ્યો હોય જે શુભમ પ્રોવિઝન સ્ટોર માં સરકારી ખાતર ગેરકાયદેસરનો જથ્થો હોવાની બાતમી મળતા છોટાઉદેપુર એસ ઓ જી અને નસવાડી પોલીસ સ્ટાફ સાથે શુભમ પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરતા શુભમ્ પ્રોવિઝન સ્ટોરના દુકાન માલિક ને ત્યાં ગેરકાયદેસર સરકારી ખાતર નો જથ્થો મળી આવતા દુકાનદાર ની અટકાયત કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે આવી પરિસ્થિતિ બોરીયાદ ગામે ઉભી થઈ છે જ્યારે આજનો ખેડૂત ખાતર લેવા માટે મસમોટી લાઈનો જોવા મળેછે અને ખેડૂતો ખાતર માટે વલખા મારતા હોય છે અને હમણાતો ખાતર માટે ની કિંમત જેટલી હોય એટલીજ લેવામાં આવેછે પરંતુ જ્યારે ખરી જરૂર ખાતર ની હોય છે ત્યારે ખાનગી વેપારીઓ ખાતરની કિંમત મા વધારો કરી દે છે અને મૂળ કિંમત કરતા વધુ કિંમત ગરીબ ખેડૂતોને ચૂકવવી પડે છે ગઢ બોરીયાદ ના આ બનાવ ના પગલે ખેડૂતોને જાણ થતાં ખેડૂતોએ પણ રોષ ઠાલવ્યો હતો અને ખેડૂતો સાથે વાત કરતા ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને અલગ અલગ કંપની ના ખાતર ની સો થેલી જેની કિંમત ૫૨૮૬૭ રૂપિયા થાય છે જે પોલીસે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed