જૂનાગઢ જિલ્લામાં ૨૭ આરોગ્ય રથ દ્વારા દરરોજ ગામડાઓમાં આરોગ્યની તપાસ ધનવન્તરી રથ દ્વારા આરોગ્યની તપાસ સાથે હોમીયોપેથી અને ઉકાળા વિતરણ કરવામાં આવે છેકોરોના પોઝીટીવ આવેલ દર્દી ઘરે જ તપાસ કરાઇ છે ધનવન્તરી રથ દ્વારા એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ દ્વારા કોરોનાની તપાસ ડોક્ટર સહિતની ટીમ દરરોજ ઘરે આવી તપાસ કરી જાય છે : સરપંચશ્રી
જૂનાગઢ જિલ્લામાં મેડિકલ ઓફિસર સહિતના સ્ટાફ દ્વારા ગામડા ખુંદી કોરોનાને કાબુમાં લીધો એક ધનવન્તરી રથ દ્વારા રોજના બે ગામડાની વિઝીટ લેવામાં આવે છે
જૂનાગઢ તા.૨ કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને આરોગ્ય વિભાગ દ્રારા સનીષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહયા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી વેવની શરૂઆત થઇ ગઇ હતી. જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. પરંતુ જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમોને કાર્યરત કરવામાં આવી હતી. અને લોકોના આરોગ્યની જાળવણી માટે જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય ધનવન્તરી રથ દોડતા કરી દીધા હતા. આ આરોગ્ય રથ ગામડા સુધી પહોંચી લોકોની આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર આપતા કોરોના કાબુમાં આવ્યો છે અને જાણે ત્રીજી વેવ નાબુદ થવામાં હોય તેમ જિલ્લામાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આથી કહી શકાય કે, આરોગ્ય ધનવન્તરી રથના પૈડા ગામડા સુધી પહોંચતા કોરોના થંભી જવાના આરે આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસને નાબુદ કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ધનવન્તરીના ૨૭ રથ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘેર ઘેર જઇ આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે કોરોના કાબુમાં આવ્યો હોય તેમ કહી શકાય અને કોરોના કેસનો રેસીયો પણ ઘટી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.ચેતન મહેતાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ૨૭ ધનવન્તરી રથ દોડાવવામાં આવ્યા છે. આ ધનવન્તરી રથમાં એક મેડિકલ ઓફિસર, એમપીડબલ્યુ, સીએચઓ અને ગામના આશા વર્કર હોય છે. જે ગ્રામ કક્ષાએ જઇ ગામના બિમાર લોકોની આરોગ્યની તપાસ કરે છે અને જરૂર જણાય તો તેમના કોરોનાના એન્ટીજન અને આરટીપીસીઆર રીપોર્ટ પણ કરવામાં આવે છે. જે લોકોને શરદી, ઉધરસ, તાવ હોય તેમને સ્થળ પર જ જરૂરી સારવાર સાથે દવા આપવામાં આવે છે અને જે દર્દીને વધારે સારવારની જરૂર જણાય તો પીએચસી અને સીએચસી ખાતે રીફર કરવામાં આવે છે.
આ ધનવન્તરી રથ દ્વારા રોજના બે ગામડા લેવામાં આવે છે. જેમાં સવારે ૯ થી ૧ અને બપોરના ૨ થી ૪ બે ગામડાના લોકોને આરોગ્યની સારવાર આપવામાં આવે છે.
આ અંગે ધનવન્તરી રથમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો.બિદિંયા ગઢીયાએ જણાવ્યું હતું કે, ધનવન્તરી આરોગ્ય રથ દ્વારા આજે વંથલી તાલુકાના ટીકર ગામના લોકોની આરોગ્યની તપાસ કરી જરૂરી જણાય તે લોકોને દવા આપવામાં આવી હતી. સામાન્ય રીતે લોકોને તાવ, શરદી, ઉધરસના લક્ષણો જોવા મળતા હોય છે. આ લોકોને આરોગ્ય રથ દ્વારા હોમીયોપેથીક દવા સાથે ઉકાળા વિતરણ પણ કરવામાં આવે છે. તેમજ જે લોકો કોરોના પોઝીટીવ આવ્યા હોય તેમના ઘરે સીએચઓ દ્વારા દરરોજ તેમના આરોગ્યની તપાસ કરવામાં આવે છે અને દર્દીને વધુ સારવારની જરૂર જણાય તો તેમને પીએચસી અને સીએચસી ખાતે રીફર કરવામાં આવે છે.
આ અંગે ટીકર ગામના સરપંચશ્રી જીતેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, હું અને મારા પરિવારના બે સભ્યો કોરોના પોઝીટીવ આવ્યા છે પણ અમારે કોઇ વધારે તકલીફ પડી નથી. આરોગ્ય વિભાગના લોકો દરરોજ ઘરે આવી તપાસ કરી જતા અને જરૂરી દવા પણ આપી જતા હતા. આજે મારો ફરીથી રીપોર્ટ કરાવતા રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. સરકારશ્રીના આભારી છીએ કે ગામડા સુધી લોકોને ઘરે આવીને આરોગ્યની સારવાર આપી જાય છે.
કોરોનાને કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગના ધનવન્તરી રથે મહત્વની કામગીરી કરી હોવાનું સાબિત થઇ રહ્યું છે. લોકોને ઘરે જઇ આરોગ્યનીV સારવાર આપવામાં આવી રહી છે. જેના કારણે શહેરની મોટી હોસ્પિટલની સારવારના ધક્કામાંથી છુટકારો મળ્યો અને ઘેર બેઠા સ્વાસ્થ્ય થઇ રહ્યા છે.
મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો