November 29, 2023

ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતાં ગણદેવીના યુવાનની ધરપકડ કરાઈ

Share to



(ડી.એન.એસ)નવસારી,તા.૦૧
ગણદેવી તાલુકાના બીલીમોરા વિસ્તારમાં રહેતા અને ટિ્‌વટર પર મહેતા હિતાંશુ નામનું એકાઉન્ટ ધરાવતા યુવાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ ટિ્‌વટર પર કરી હતી. જેને લઈને ગોવિંદ ભઠ્ઠલા ગામે રહેતા ડેનિસ પટેલ નામના કાર્યકરે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. જેથી પોલીસે સાઈબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. ટ્‌વીટર પર મૂકેલી પોસ્ટને લઈને બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સમગ્ર ગુનાની તપાસ સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કે.એમ. વસાવા દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવ્યા છે.


Share to