December 26, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર દુનિયાના ટોપ લીડર બન્યાનરેન્દ્ર મોદી યુટ્યુબ ચેનલના સબ્સ્કાઈબર્સ ૧ કરોડને પાર

Share to



(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૧ કરોડને પાર થઇ ગઈ છે. આ સાથે જ વૈશ્વિક નેતાઓમાં પીએમ મોદીના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા સૌથી વધુ છે. જાે અન્ય વૈશ્વિક નેતાઓની વાત કરવામાં આવે તો પીએમ મોદી બાદ જેયર બોલ્સોનારોના સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. વૈશ્વિક નેતાઓના યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સની વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદીના ૧ કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. બ્રાઝિલના જેયર બોલ્સોનારો ૩૬ લાખ છે. મેક્સિકો એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરના ૩૦.૭ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. આ બાદ પ્રમુખ ઇન્ડોનેશિયા જાેકો વિડોડોના ૨૮.૮ લાખ છે. વ્હાઇટ હાઉસની સંખ્યા ૧૯ લાખ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન ૭.૦૩ લાખ છે. તો રાષ્ટ્રીય નેતાઓની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીના યુટ્યુબ પર ૫લાખ ૨૫ હજાર સબ્સ્ક્રાઇબર્સ છે. તો શશી થરૂરના ૪.૩૯ લાખ છે. અસદુદ્દીન ઓવૈસીના ૩.૭૩ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. એમકે સ્ટાલિનના ૨.૧૨ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. મનીષ સિસોદિયાના ૧.૩૭ લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. નવેમ્બર ૨૦૨૧ માં, અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના મંજૂરી રેટિંગમાં પણ મોદી ટોચ પર હતા. પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ ૭૦ ટકા હતું, જે ૧૩ વૈશ્વિક નેતાઓમાં સૌથી વધુ હતું. તમને જણાવી દઈએ કે મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ છે અને હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્‌સમાં સરકારી નેતાઓ માટે મંજૂરી રેટિંગને ટ્રેક કરી રહી છે. આ પૃષ્ઠને તમામ ૧૩ દેશો માટે નવીનતમ ડેટા સાથે અપડેટ કરવામાં આવ્યું હતું. જે સમગ્ર વિશ્વમાં બદલાતી રાજકીય ગતિશીલતા અનુસાર છે. આ રેટિંગમાં મોદીને પાછળ છોડનારા વિશ્વ નેતાઓમાં બિડેન, જાેન્સન ઉપરાંત જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને ઘણા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.



Share to

You may have missed