શ્રીલંકાએ ૨૧ ભારતીય માછીમારોની ધરપકડ કરી

Share to(ડી.એન.એસ),શ્રીલંકા,તા.૦૧
આંતરરાષ્ટ્રીય જળસીમાના શ્રીલંકાના ભાગમાં પોઇન્ટ પેડ્રોના કિનારે સ્થાનિક માછીમારો દ્વારા બે ભારતીય બોટ જાેવા મળી હતી. નૌકાદળના પ્રવક્તા કેપ્ટન ઇન્ડિકા સિલ્વાએ જણાવ્યું હતું કે ભારતીય માછીમારો અને બે બોટને આગળની કાર્યવાહી માટે માછીમારી નિરીક્ષક દ્વારા કનકેસંતુરાઈમાં પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવી હતી. સ્થાનિક માછીમારોએ દાવો કર્યો હતો કે તેમના બે સહયોગી ઉત્તર સમુદ્રમાં ગુમ થઈ ગયા હતા અને તેમને આશંકા છે કે ભારતીય માછીમારો દ્વારા તેમને નુકસાન થયું છે. જાફનાના મર્દનકેની બીચ પરથી શ્રીલંકાના બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા. આ લોકો જાફના જિલ્લાના વડામરાચીના કિનારે દરિયામાં ગયા હતા. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જ્યારે શ્રીલંકાની એક કોર્ટે ગયા અઠવાડિયે જ ૫૬ ભારતીય માછીમારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. શ્રીલંકાના જળસીમામાં માછીમારી કરવા બદલ તેમની અટકાયત કરવામાં આવી હતી. શ્રીલંકાના અધિકારીઓ અને ભારતીય રાજદ્વારી સૂત્રોએ કહ્યું હતું કે આ મુક્તિ પછી શ્રીલંકાની કસ્ટડીમાં વધુ કોઈ ભારતીય માછીમારો નથી. શ્રીલંકાની ખરાબ આર્થિક સ્થિતિને જાેતા ભારતે શ્રીલંકાને આર્થિક રાહત આપવા માટે મદદ કરી રહ્યું છે. આ મામલે થયેલી વાતચીત દરમિયાન માછીમારોથી જાેડાયેલા મામલે પણ વાતચીત થઇ હતી. ભારતે ગત મહિને શ્રીલંકાને આર્થિક રાહત પેકેજ દેવાનું એલાન કર્યું હતું. જેથી તેના વિદેશી મુદ્રા ભંડારમાં મદદ મળી શકે. ભારતે શ્રીલંકાના ગ્રોસ રિઝર્વને સુધારવા માટે ૪૦૦ મિલિયન ડોલરની કરન્સી સ્વેપ સુવિધાની જાહેરાત કરી હતી અને ૫૧૫ મિલિયન ડોલરએશિયન મોનેટરી એસોસિએશન કરારને મુલતવી રાખ્યો હતો. આ સાથે ભારતે એક અબજ ડોલરના સહાય પેકેજની પણ જાહેરાત કરી હતી, જેથી શ્રીલંકાને તેની ચૂકવણી કરવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.


Share to

You may have missed