December 10, 2023

બજેટમાં સામાન્ય લોકો માટે ઈ-પાસપોર્ટ લોન્ચ કરાશેઈ-પાસપોર્ટ એમ્બેડેડ ચિપ્સ અને ભાવિ ટેક્નોલોજી સાથે ઉપલબ્ધ થશે

Share to



(ડી એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
ભારતનું આ વર્ષનું બજેટ ડિજીટલ ઈન્ડિયા પહેલની આસપાસ કરવામાં આવ્યું છે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં ઈ-પાસપોર્ટ અંગેની જાહેરાત કરી છે. સામાન્ય ભાષામાં, ઈ-પાસપોર્ટ તમારા નિયમિત પાસપોર્ટનું ડિજિટલ સ્વરૂપ હશે. એવું કહેવાય છે કે ઈ-પાસપોર્ટ અનેક સલામતી સુવિધાઓ સાથે આવે છે અને તે રેડિયો-ફ્રિકવન્સી ઓળખ અને બાયોમેટ્રિક્સ જેવી તકનીકોનો ઉપયોગ કરે છે. નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે જાહેરાત કરી હતી કે ડિજિટલ પાસપોર્ટ ઇલેક્ટ્રોનિક ચિપ સાથે આવશે જેના પર સુરક્ષા સંબંધિત ડેટા એન્કોડ કરવામાં આવશે. ઈ-પાસપોર્ટ સાથે કેન્દ્ર સરકાર વૈશ્વિક સ્તરે ઈમિગ્રેશન પોસ્ટ દ્વારા વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. બાયોમેટ્રિક ડેટા પર આધારિત ઈ-પાસપોર્ટ વધુ સુરક્ષિત રહેશે. અગાઉ, વિદેશ મંત્રી એસ જયશંકરે પણ નાગરિકો માટે ઈ-પાસપોર્ટ લાવવા અંગે મંત્રાલય દ્વારા ચાલી રહેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો. પાસપોર્ટ ધારકની વિગતો ડિજિટલી સ્ટોર કરવામાં આવશે અને ચિપમાં સહી કરવામાં આવશે, જે પાસપોર્ટ બુકલેટમાં એમ્બેડ કરવામાં આવશે. જાે કોઈ વ્યક્તિ ચિપ સાથે છેડછાડ કરશે તો પાસપોર્ટને પ્રમાણિત ગણવામાં આવશે નહીં. ઈ-પાસપોર્ટમાં ડિજિટલ હસ્તાક્ષર હશે, જે દરેક દેશ માટે યુનિક છે. ભારત સરકારે અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ સત્તાવાર અને રાજદ્વારી ઈ-પાસપોર્ટ જાહેર કર્યા છે. ભારતમાં પ્રથમ ઈ-પાસપોર્ટ વર્ષ ૨૦૦૮માં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે સરકારે સામાન્ય જનતા/નાગરિકો માટે ઈ-પાસપોર્ટ સુવિધાની જાહેરાત કરી છે. અરજીની પ્રક્રિયા સામાન્ય બુકલેટ પાસપોર્ટ જેવી જ હોવાની શક્યતા છે.


Share to

You may have missed