અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં લુપીન ફાઉન્ડેશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરાયો

Share to

લુપીન ફાઉન્ડેશનના ફાઉન્ડર ડૉ. દેશબંધુ ગુપ્તાની પુણ્યતિથિ નિમિતે

રૂા.રપ લાખનું ઓક્સિજન પ્લાન અર્પણ કરાયો

 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

રાજ્યમંત્રી શ્રી ઇશ્વરભાઈ પટેલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટની રીબીન કાપી લોકસેવામાં અર્પણ કરાયું

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

નેત્રંગ ખાતે કૌશલ્ય વર્ધન કેન્દ્રનું મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે

ઇ-લોકાર્પણ કરાયું

૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 

ભરૂચઃ શનિવાર :- ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી શ્રી જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી લુપીન ફાઉન્ડેશનના ફાઉન્ડર ડૉ. દેશબંધુ ગુપ્તાની પુણ્યતિથિ નિમિતે તૈયાર કરવામાં આવેલ રૂા.રપ લાખના ઓક્સિજન પ્લાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રીમતિ જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર ખાતે નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટને સહકાર રાજ્યમંત્રી શ્રી ઇશ્વરભાઈ પટેલ દ્વારા રિબિન કાપીને લોકસેવામાં અર્પણ કરાયું હતું સાથે જ લુપીન ફાઉન્ડેશન દ્વારા કાર્યરત સીએસઆર યુનિટમાં મલ્ટી સ્કિલ ટ્રેનિંગ સેન્ટરનું ઈ- લોકાર્પણ પણ રાજયમંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા, લુપીન ફાઉન્ડેશનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.  

 મંત્રીશ્રીએ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી જણાવ્યું હતું કે બીજા વેવમાં જે પ્રમાણે ઓક્સિજની જરૂરિયાત વધી હતી એ પ્રમાણે ભગવાન કરે ત્રીજી વેવના આવે અને જો આવે તો જિલ્લાની તમામ હોસ્પિટલમાં ઓક્સિજન ભરપૂર છે સાથે કોરોના મહામારીમાં ઉદ્યોગપતિઓએ જે પ્રમાણે મદદ કરી છે એના માટે જિલ્લાના ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત કર્યો હતો

 જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. એમ ડી મોડિયાએ જણાવ્યું કે ગુજરાત દરેક આફતને અવસરમાં પલટાવવામાં આગળ રહ્યું છે. જિલ્લાના ઉદ્યોગપતિએ જે નિઃસ્વાર્થ સેવા સાથે ખૂબ મદદ કરી છે એ બદલ ઉઘોગપતિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વેળાએ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટીઓ, ડૉક્ટરો, લુપીન કંપનીના અધિકારીઓ, આગેવાન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to