October 18, 2024

દહેજની વેલસ્પન દ્વારા 400 કર્મચારીઓની બદલી કરાતા કામદારોનો ઉગ્ર વિરોધ

Share to


વેલસ્પન કમ્પનીમાં કામકાજ દરિમ્યાન કેટલાક કામદારો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં કંમ્પનીના ક્યુસી વિભાગમાં કામકાજ દરિમ્યાન અકસ્માત થતા મનીષભાઈ રાણાએ પોતાનો પગ ગુમાવ્યો હતો વેલસ્પન કંમ્પનીમાં કામકાજ દરિમ્યાન કેટલાક કામદારો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં કંમ્પનીના ક્યુસી વિભાગમાં કામકાજ દરિમ્યાન અકસ્માત થતા મનીષભાઈ રાણાએ પોતાનો પગ ગુમાવ્યો હતો ઉપેન્દ્ર સિંધાએ પણ પાઇપ ઇન્સ્પેક્સન દરિમ્યાન અકસ્માત થતા પોતાનો પગ ગુમાવ્યો હતો આ બન્ને કર્મચારીઓ નકલી પગ સાથે પણ પોતાની ફરજ બજાવતા હતા તો પરમાર કનુભાઈ પણ અકસ્માતનો ભોગ બનતા તેમને પણ પગમાં કાયમી ખોડ ઉભી થઇ હતી છતાં પણ તેઓ કંમ્પનીમાં ફરજ નિભાવતા હતા આવા અન્ય કર્મચારીઓ પણ છે જેમને કંમ્પની અકસ્માતોમાં ખોડ ખાપણો ઉભી થઇ છે આ તમામને પણ બદલીના ઓર્ડર અપાતા તેઓ બેહાલ થયા છે કંમ્પનીએ માનવતા ગુમાવી છે તેવા આક્ષેપ સાથે હવે અમે ક્યાં જઈએ તેવો પ્રશ્ન સજળ આંખે ઉઠાવી રહ્યા છે
કોરોના મહામારીમાં કમ્પની મેનેજમેન્ટે અમને પડતા પર પાટુ માર્યું નીરવ પટેલ કંમ્પની કામદાર
કોઈ કામદાર પોતાનું વતન છોડી એટલે દૂર નોકરી કરવા ના જઈ શકે અને તો કંમ્પની કામદારોને છુટા કરશે વર્ષોથી કંમ્પનીમાં કામ કરીએ છીએ આજે મોટા ભાગના કર્મચારીઓ 40 વર્ષ ઉપરના છે તેમને બીજે નોકરી પણ નહીં મળે કામદારોએ મકાન અને વાહનોની લોનો લીધેલી છે હવે રોજગારી ગુમાવતા અમારું શુ થશે ? બાળકોની ફી હજી ભરાઈ નથી શાળાઓ માંથી રોજ કોલ આવેછે અમે ફી ક્યાંથી લાવીએ અમારી જિંદગી જ ડામાડોળ થઈ ગઈ છે કંમ્પનીએ અમારી સાથે અમાનવીય વર્તન કર્યું છે કોરોના મહામારીમાં કંમ્પની મેનેજમેન્ટે અમને પડતા પર પાટુ માર્યું છે
બદલીના બહાને કામદારોની છટણી થઈ રહી છે પ્રદીપસિંહ જાડેજા પ્રમુખ:-ગુજરાત કામદાર યુનિયન
કંમ્પની મેનેજમેન્ટ કામદારોની બદલીના બહાને છટણી કરવા માંગે છે ભૂતકાળમાં પણ 100 થઈ વધુ કર્મચારીઓની આ જ રીતે છટણી કરાઈ હતી કંમ્પની હવે કોન્ટ્રાકટ પદ્ધતિ અપનાવવા માંગે છે જો કંમ્પની બંધ કરવાના હોત તો ક્લોઝર નોટીસનો ઉપયોગ કર્યો હોત કંમ્પની પાસે પાઈપના ઓર્ડર ન હોવાનું જુઠાણું છે
કંમ્પની મેનેજમેન્ટે પાઈપના ઓર્ડર ન હોવાથી ઉત્પાદન બંધ હોવાથી બદલી કરાઈ હોવાનું બહાનું આગળ ધરે છે જે હળહડતું જુઠાણું છે તાજેતરમાં જ કંમ્પનીને 164 કિલોમીટર ની લંબાઈ ધરાવતી લાઈન માટે રૂપિયા 1725 કરોડના પાઈપનો ઓર્ડર મળ્યો છે જેના અહેવાલ કંમ્પનીના મીડિયા પ્લેટફોર્મ પર પણ મુકાયેલા છે


Share to

You may have missed