November 21, 2024

ચાસવડ કેવીકે ખાતે રાસાયણિક ખાતરના સંતુલિત અને કાર્યક્ષમ ઉપયોગ તેમજ જમીન સ્વાસ્થ્ય જાળવણી માટે ઓનલાઈન ખેડૂત તાલીમ યોજાઈ

Share to


તા.૧૯-૬-૨૦૨૧ નેત્રંગ.

શનિવારે ચાસવડ કેવીકે ખાતે રાસાયણિક ખાતરના સંતુલિત અને કાર્યક્ષમ ઉપયોગ તેમજ જમીન સ્વાસ્થ્ય જાળવણી માટે ઓનલાઈન ખેડૂત તાલીમ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વિસ્તારના તાલુકા પંચાયત પ્રમુખ અને 37 ખેડૂત ભાઈબહેનો, સરપંચો અને બિનસરકારી સંસ્થાના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાસાયણિક ખાતરોનો સંતુલિત અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે 4 R અભિગમ વિષે માર્ગદર્શન આપ્યું હતું. રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગથી ખેતી અને ખેડૂતોને આર્થિક નુકશાન થાય છે. ખેતી ખર્ચ ઓછો કંઇ રીતે કરી શકાય તેમજ પાકને જરૂરી એવા 17 પોષકતત્વોના કાર્ય અને એના સ્ત્રોતોની વાત કરી, વધુમાં જમીનનું સ્વાસ્થ્ય જાળવવાં માટે ઉપયોગી કેવા પગલાં લેવા વગેરેએ બાબતો અને સેંદ્રિય, જૈવિક ખાતરોનો ઉપયોગ, પાક અવશેષોને જમીનમાં ભેળવવા, લીલો પડવાશ નેનો યુરિયા અંગે ચર્ચા કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા મહેન્દ્ર પટેલ એમને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના ડિરેક્ટર જનરલ અને ડેપ્યુટી ડિરેક્ટર જનરલનો ખેડૂતઓ માટેના સંદેશનું વાંચન કર્યું. વધુમાં એમેને જમીનની ફળદ્રુપતા ટકી રહે અને ખેડૂતને પાકમાંથી સારૂ વળતર મળે તે પ્રમાણે ખેતીની પદ્ધતિઓ અપનાવા અંગે માહિતી આપી.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed