November 21, 2024

જુનાગઢ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા વૃક્ષ વાવી અને માસ્ક બાટીને રાહુલ ગાંધીનો જન્મ દિવસ ઉજવ્યો

Share to


આજ રોજ જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા,જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ પટેલ ની સુચના મુજબ *ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુર્વ પ્રમુખશ્રી સાસંદશ્રી રાહુલજી ગાંધી ના જન્મ દિવસની* ઉજવણી ના ભાગરૂપે જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ પરીવાર દ્વારા ઓક્સિજન કમીને હિસાબે અનેક લોકો ના મૃત્યુ થયા સરકારે ઑક્સિજન પૂરું નથી પાડી શકે ત્યારે આજ રોજ રાહુલજી ના જન્મદિવસે પ્રાણવાયુ સમાન વૃક્ષ વાવી *”એક વૃક્ષ વાવો જીવન બચાવો” ના નિર્ધાર સાથે આજે જુનાગઢ શહેર માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, તેમજ રાહદારીઓ પાસે થી 1000 રૂ જેવી મોટી રકમ માસ્ક ના નામે ઉઘરાવવા માં આવે છે ત્યારે આજે જુનાગઢ શહેર માં રાહદારીઓ,વેપારીઓ ને ફ્રી માસ્ક વિતરણ કરાયું*

આ કાર્યક્રમ માં જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકીયાં, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ,ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોશી,વિસાવદર ના ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રિબડીયા,માંગરોળ ના ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા, કોર્પોરેટર લલિતભાઈ પણસાના તેમજ કોંગ્રેસ ના આગેવાનો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગઢ


Share to

You may have missed