November 21, 2024

લાઠી તાલુકાના રામપર ગાયત્રી મંદિરે એક સાથે ત્રણ મહોત્સવ નો ત્રિવેણી સંગમ.

Share to


તા.૨૦-૬-૨૧ જેઠ સુદ ૧૦ ના દિવસે ગાયત્રી માતાનો પ્રાગટય દિવસ ( ગાયત્રી જયંતી મહોત્સવ,આજ દિવસે ગંગા મૈયાનુ સ્વગૅમાંથી પૃથ્વી પર અવતરણ થયેલુ જેને ગંગા દશહરા તરીકે ઉજવાય છે અને પરમ પૂજ્ય ગુરુદેવ પંડીત શ્રીરામ શર્મા આચાર્યજી નો નિવૉણ દિવસ આ ત્રણ પાવન પ્રસંગોના દિવસે સવારમાં ગાયત્રી મંદિર ખાતે ગુરૂ પૂજન બાદ ગંગા માતાનુ પૂંજન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવેલ. ત્યારબાદ યજમાનો દ્વારા યજ્ઞ કુંડની પૂજન વિધિ બાદ ગાયત્રી મંત્ર જાપ ના ઉચ્ચારણ સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી.બપોરના સમયે યજમાનોના ફલાહાર બાદ યજ્ઞનું બીડું હોમી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ સમગ્ર મહોત્સવમાં યજમાન તરફથી યથા શક્તિ યોગદાન આપ્યું હતું.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to

You may have missed