November 22, 2024

ઝઘડીયાના દધેડા ગામે સરપંચ ની જીતના જશ્નમાં થઇ બબાલ…ઉછળ્યા ધારિયા કેટલાય થયા ઈજાગ્રસ્ત…

Share to

ડી એન એસ ન્યૂઝ ભરૂચ / 22-12-21

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકાના દધેડા ગામે સરપંચના વિજય સરધસ ટાંણે બબાલ થતા લાક્ડી અને ધારીયા વડે મારામારી થવા પામી હતી. જેમાં સામસામે બોલાચાલી,પત્થરમારો અને મારામારી થતાં લાક્ડીઓ અને ધારીયા ઉછળતા તમામ ઘાયલોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લવાયા હતા.

ભરૂચ જિલ્લામાં ૪૧૩ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી અને મંગળવારે સવારથી જ મત ગણતરી કરવામાં આવતા કેટલાય ઉમેદવારો જીતનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે ઝધડીયાના દધેડા ખાતે સરપંચના વિજય સરધસમાં બે જૂથો આમને સામને આવી બોલાચાલી ઝઘડો કરતા થયેલ મારામારીમાં એક બાજુ કનૈયા જીવા વસાવા,ભાવિન કનૈયા વસાવાને સરપંચના સરધસમાં આવેલ કમલેશ ઉદેસીંગ વસાવા, રતિલાલ બુધેસીંગ વસાવા, સંજય હરિસીંગ વસાવા, નકુલ જયંતિ વસાવા, અલ્કેશ અરવિંદ વસાવા, સુનીલ રણછોડ વસાવા, અજય દલસુખ વસાવા, અભેસિંહ વસાવા, કંકુબેન અભેસિંહ વસાવા,વર્ષા વસાવા સાથે બીજા ૧૦ થી ૧૫ના ટોળાએ બોલાચાલી ઝઘડો કરી મારામારી કરી હૂમલો કર્યો હોવાની

જ્યારે સામે ૨૫ જેટલા લોકોમાં કનૈયા વસાવા, ભાવિન કનૈયા વસાવા, નરસિંહ, કિરણ, પ્રતાપ,સાવંત, અશ્વીન,સુમિત, રાજ, રોની, ગૌતમ,મુકુન્દ,હસમુખ, સુરેશ,અલ્પેશ,પ્રકાશ, રમણ, સુનીલ,નરેન્દ્ર,રવિન્દ્ર,લાલસીંગ,વર્ષાબેન,સુરજબેન, નીનાબેન અને જોન ઉર્ફે પીંટુ એ ભેગા મળી પથ્થરમારો કરી લાક્ડી અને ધારીયા વડે હૂમલો કરતા ઘાયલ તમામને નાની મોટી ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયા હતા.આ બનાવની વર્ધી ભરૂચ સિવિલ હોસ્પીટલથી ઝઘડીયા પોલીસ મથકે નોંધાતા પોલીસે બંન્નેવ પક્ષની સામસામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. .

#દૂરદર્શી ન્યૂઝ


Share to