November 19, 2024

જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા વારમ વાર પેપર ફૂટવાની ઘટના મુદ્દે મોટા મગર મચ્છોને જેલ હવાલે કરવામાં આવે. પરીક્ષા રદ કરીને તત્કાલિક પરીક્ષાની નવી તારીખ નક્કી કરવામાં આવે. સરકાર પાસે માંગ કરી

Share to




આજ રોજ જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા ‘‘પેપરલીક’’ મુદ્દે વારંવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી રહી છે. જુદી જુદી પરીક્ષાઓના પેપર ફૂટે, ગેરરીતિ થયા છતા ભાજપ સરકાર પગલા કેમ ભરતી નથી તેના વીરોધ માં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં કર્યાં હતાં સરમુખત્યારી સરકાર પોલીસ તંત્ર નો દુરુપયોગ કરી લોકો નો અવાજ દબાવી રહી છે.

આજ રોજ જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્ય માં લેવાયેલી હેડ ક્લાર્ક ની પરીક્ષા મા પેપર લીક થયા હોવાનું ભાજપ સરકારે સ્વીકારેલ છે.તો બેરોજગાર યુવાનો સાથે અવાર – નવાર પેપર લીક થયાના બનાવો બને છે.
2014 GPSC ચીફ ઓફિસર નું પેપર ,2015 તલાટી પેપર ,2016 જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટી પરીક્ષાનું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું.2018 TAT -શિક્ષક પેપર,2018 મુખ્ય-સેવિકા પેપર,2018 તનાયબ ચિટનિસ પેપર,2018 LRD-લોકરક્ષક,2019 બિન સચિવલય કારકુન,2021 હેડ-ક્લાર્ક
આ ઉપરોકત તમામ પરીક્ષા માં પેપર ભાજપ સરકાર માં યુવાનો ના ભવિષ્ય શું. પેપર લીક પાછળ ભાજપા ના મોટા મગર મચ્છો છુપાયેલા છે. એમને જેલ હવાલે કરવામાં આવે. પરીક્ષા રદ કરવામાં આવે. તત્કાલિક પરીક્ષાની નવી તારીખ નક્કી કરવામાં આવે. જે યુવાનો એ અરજી ઓ કરી છે એ તમામ યુવાનો ના ફોર્મ માન્ય રાખી એમને પરીક્ષા માં બેસવા દેવામાં આવે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ નટુભાઇ પોંકિયા, યુથ પ્રમુખ જે ડી ઓડેદરા,NSUI યુગભાઈ પુરોહીત, મીહીર મહેતા, જયદીપભાઈ શીલું, અશ્વિનભાઈ ખતારિયા, રિધમભાઈ ગોસ્વામી, મનસુખભાઈ ડોબરિયા સહિત કોંગ્રેસી કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી.

આ તકે ધારાસભ્ય શ્રી હર્ષદ ભાઈ રિબડિયા, બાબુભાઈ વાજા, જીલ્લા પ્રમુખ નટુભાઇ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, જીલ્લાપંચાયતના વિપક્ષનેતા હમીરભાઈઘૂડા, વી ટી સિડા, યુથ કોંગ્રેસ પ્રમુખ જે ડી ઓડેદરા,nsui ના યુગભાઇ,મનસુખભાઇ ડોબરીયા, દાદુભાઈ હાલા , મીહીર મહેતા, સમીરભાઈ, અશ્વિનભાઈ,સહિત નાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગઢ
D n s news


Share to

You may have missed