November 21, 2024

નવા સત્ર ના આરંભ ટાણે નેત્રંગ તાલુકામાં આવેલી ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને હજુ પાઠ્ય પુસ્તકો મળ્યાં જ નથી

Share to

અભ્યાક્રમ બદલાતા ધોરણ 4 ના ગુજરતી -1 અને સામજીક વિજ્ઞાનનુ પાઠ્ય પુસ્તક હજૂ બાકી

તા.૯-૬-૨૦૨૧ નેત્રંગ,

નવા સત્રનો આરંભ થયો ગયો છે. પરંતુ વિદ્યાર્થીઓને પુસ્તકો સમયસર ન મળતાં વાલીઓ મુઝવણ અનુભવી રહ્યા છે. નેત્રંગ તાલુકામાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓના અને ગ્રાન્ટ ઈન એઈડ ના ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને હજુ પાઠ્ય પુસ્તકો ફાળવવા આવ્યાં જ નથી. જ્યારે નિમ્ન પ્રાથમિક શાળાના ધોરણ 4નું ગુજરાતી 1 અને સામજિક વિજ્ઞાનનાં પાઠ્ય પુસ્તકો પણ બાળકોને હજુ મળ્યા નથી.
નવા સત્રનો આરંભ થઈ ગયો હોવા છતાં વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો ન મળતાં ગત વર્ષની માફક જ ચાલું વર્ષે પણ બાળકોનો અભ્યાસક્રમ એક મહિનો લેટ ચાલું થવાના એધાણ વર્તાઇ રહ્યા છે. કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે પાઠ્ય પુસ્તકો સમયસર ન મળતાં બાળકો ને મુશ્કેલી સર્જાઈ શકે છે.
શ્રીમતિ એમ. એમ. ભકત હાઈસ્કુલના પ્રિન્સપલ સાથેની વાતચીત માં તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12 સુધી ના વિદ્યાર્થી ઓને હજુ સુધી પાઠ્ય પુસ્તકો ફાળવવા માં આવ્યાં નથી.
જ્યારે બીજી તરફ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે શિક્ષણ નિયાકશ્રીની પત્ર અનુસાર આવતી 18 જૂન સુધીમાં પાઠ્ય પુસ્તકનું વિતરણ કરી દેવાના ઑડર વચ્ચે સમય અવધિ અનુસાર કામગિરી પૂર્ણ થાય છે કે નહી એ હવે જોઉં રહ્યું. તાલુકામાં ધોરણ 4ની ગુજરાતી 1 અને સામજીક વિજ્ઞાન વિષયનાં પાઠ્ય પુસ્તકો હજુ બાળકોને મળ્યા નથી.તો બીજી તરફ ધોરણ 9 થી 12 સુધીની ગ્રાન્ટેડ શાળા અને ગ્રાન્ટ ઈન એઈડ વગેરે શાળાઓમાં ચાલુ વર્ષે હજુ પુસ્તકો ફાળવવામાં આવ્યાં નથી.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed