November 21, 2024

જૂનાગઢનો અરબાઝ ઇસ્માઇલશા રફાઈ ફકીર મારમારી, લૂંટ, નશો કરીને બંધ મકાનને ટાર્ગેટ કરી, ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેકટ કરી મોડ્સ ઓપરેન્ડીના આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવતી જુનાગઢ પોલીસ_

Share to


💫 _જૂનાગઢ શહેરના જૂનાગઢ જિલ્લા જેલ પાછળ, વૃદ્ધ નિકેતન, મુલ્લાહોઝ કબ્રસ્તાન સામે, સુખનાથ વિસ્તારમાં રહેતા, ફરિયાદી અબા ઉંમર યુનુસભાઈ અદનાન મુસ્લિમ ઉવ. 33 કામકાજ સબબ તા. 29.05.2021 ના રોજ વહેલી સવારે ચાર કલાક દરિમયાન બહાર ગયેલ હોઈ, તેઓના બંધ મકાનના તાળા તોડી, કબાટ તથા તિજોરીમાંથી રોકડ રકમ રૂ. 13,500/- તથા સોનાની કાનની બુટી જોડી 01 કિંમત રૂ. 4,500/- સોનાના કાનમાં પહેરવાના દાણા નંગ 05, કિંમત રૂ. 3,000/- મળી કુલ રૂ. 21,000/- ની ચોરી થતા, તા. 07 06.2021 ના રોજ ફરિયાદી અબા ઉંમર યુનુસભાઈ અદનાન મુસ્લિમ, જૂનાગઢએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધી, પી.આઇ. આર.જી.ચૌધરી, પીએસઆઇ આર.પી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી…._

💫 _*જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા નવા આવેલ *જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા *મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ* કરવામાં આવેલ છે…_

💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ આર.પી.ચુડાસમા, સ્ટાફના ,એચ.સી કિરણભાઈ રાઠોડ, પો.કો. રામભાઈ ચાવડા હરદાસભાઈ, સહિતની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે *આરોપી અરબાઝ ઉર્ફે દેગડી ઇસ્માઇલશા રફાઈ જાતે ફકીર ઉવ. 19 રહે. ધારાગઢ રોડ, તાર બંગલા પાછળ, ખાપરા કોઢિયાના ભોંયરા પાસે,જૂનાગઢ* ને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો, પોતે કોઈ ગુન્હો નહીં કરેલાનું રટણ ચાલુ રાખેલ હતું. પરંતુ, એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ કરતા, પોતે આ ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી….._

💫 _આરોપી અરબાઝ ઉર્ફે દેગડી ઇસ્માઇલશા રફાઈ જાતે ફકીરની ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ આર.પી.ચુડાસમા, સ્ટાફના એચ.સી. કિરણભાઈ રાઠોડ, પો.કો. રામભાઈ ચાવડા હરદાસભાઈ, સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપી ને સઘન પૂછપરછ કરવામાં આવતા, ઝડતી દરમિયાન રોકડા રૂ. 1,550/- તથા સોનાની કાનની બુટી જોડી 01 કિંમત રૂ. 4,500/- સોનાના કાનમાં પહેરવાના દાણા નંગ 05, કિંમત રૂ. 3,000/- મળી કુલ રૂ. 9,050/- ના મુદામાલ પણ રિકવર કરવામાં આવેલ છે…._

💫 _આમ, *જૂનાગઢ પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડી, પૂછપરછ દરમિયાન કુલ રોકડ રકમ તથા સોના ચાંદીના ઓરીજીનલ દાગીના મળી, કુલ રૂ. 9,050/- નો મુદામાલ કબજે કરી, ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેકટ* કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી અરબાઝ ઉર્ફે દેગડી ઇસ્માઇલશા રફાઈ જાતે ફકીર નાની ઉંમરથી જ નશો કરવાની તેમજ નશો કરી, મારામારી, ચોરીઓ, ઘરફોડ ચોરીઓ તેમજ લૂંટ કરવાની ટેવ ધરાવે છે. ભૂતકાળમાં સગીર હોવાથી છૂટી જતા, ફરીથી અવાર નવાર પકડાયેલ હતો. હાલમાં પુખ્ત થઈ જતા, પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. *ભૂતકાળમાં આરોપી ચોરીના ગુન્હામાં તથા મારામારીના ગુન્હામા પકડાયેલ હતો* આ પકડાયેલ *આરોપી અરબાઝ ઉર્ફે દેગડી ઇસ્માઇલશા રફાઈ જાતે ફકીરને નશાની ટેવ હોઈ, ફરતા ફરતા દિવસ તેમજ રાત્રી દરમિયાન બંધ મકાનને ટાર્ગેટ કરી, ઘરફોડ ચોરીઓ કરવાની મોડ્સ ઓપરેન્ડી* ધરાવે છે….._

💫 _પકડાયેલ આરોપી દેગડી દ્વારા બીજા ઘરફોડ ચોરી, ચોરીના કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..? બીજો મુદ્દામાલ કયા રાખેલ છે…? વિગેરે મુદ્દાઓ સર કોર્ટમાં રજૂ કરી, દિન 03 ના પોલીસ રિમાન્ડની માંગણી કરતા, *નામદાર કોર્ટ દ્વારા દિન 01 ના પોલીસ રીમાન્ડ મંજુર* કરવામાં આવતા, વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ આર.પી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed