હળવદના દરબાર નાકા પાસે યુવાન પર થયો હુમલો

Share to


હળવદના દરબાર નાકે કોલેજ પાસે ચાલવા નીકળેલા બ્રાહ્મણ યુવાન ઉપર એસ.યુ.વી. ગાડીમાં આવેલા આઠેક શખ્સોએ તલવાર વડે જાહેરમાં હુમલો કરતા ચકચાર મચી જવા પામ્યો છે.જોકે જુના મનદુઃખમાં આ હુમલાની ઘટના બની હોવાનું અને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ રહી છે.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ હળવદના દરબાર નાકે કોલેજ નજીક જમીને ચાલવા નીકળેલા પ્રદીપભાઈ મહેન્દ્રભાઈ રાવલ ઉપર એસ.યુ.વી. કારમાં આવેલા પાંચથી સાત શખ્સોએ તલવાર વડે હુમલો કરતા પ્રદીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો છે જ્યાં ભોગ બનેલ પ્રદીપભાઈએ આરોપી મેહુલ રમણિક ગોઠી, પંકજ ચમન ગોઠી, મેરાભાઈ કાળુભાઇ દલવાડી અને અજાણ્યા પાંચેક ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ખાસ તો જુના મનદુઃખમાં આ હુમલો થયો હોવાનું અને ઘટના સી.સી.ટી.વી.માં પણ કેદ થઈ હોવાનું સૂત્રો જણાવા મળ્યુ છે.

પાર્થ વેલાણી


Share to

You may have missed