(ડી.એન.એસ) , મુંબઈ , તા.૨૨
પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે વર્ષ ૨૦૧૧માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે પાકિસ્તાન માટે ૪૬ ટેસ્ટ, ૧૬૩ ર્ંડ્ઢૈં અને ૧૫ ્૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં અખ્તરે ૨૫.૬૯ની એવરેજથી ૧૭૮ વિકેટ લીધી હતી. વન ડે ઈન્ટરનેશનલમાં અખ્તરના નામે ૨૪.૯૭ની એવરેજથી ૨૪૭ વિકેટ છે. ્૨૦ ઈન્ટરનેશનલમાં અખ્તરે ૨૨.૭૩ની એવરેજથી ૧૯ વિકેટ લીધી હતી.શોએબ અખ્તરે વિશ્વ ક્રિકેટમાં સ્પીડ શોએબ અખ્તરની ઓળખ રહી છે. તેની સ્પીડને કારણે દુનિયા તેને રાવલપિંડી એક્સપ્રેસ કહેતી હતી. તેના હાથમાંથી નીકળતા બોલમાં એટલી સ્પીડ હતી કે બેટ્સમેનો તેનો સામનો કરતા ગભરાઈ જતા હતા. તેનો રન-અપ જાેઈને સારા બેટ્સમેન ફૂલી જતા હતા. પરંતુ ક્રિકેટના મેદાન પર ખળભળાટ મચાવનાર શોએબ અખ્તર પુષ્ટિ ખુદ અખ્તરે કરી છે. જાે કે શોએબ અખ્તર હવે પાકિસ્તાનના ફાસ્ટ બોલરમાંથી ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બની ગયો છે. પરંતુ વિશ્વ ક્રિકેટમાં કોઈ એવું નથી આવ્યું જે તેની ઝડપની બરાબરી કરી શકે. આવી સ્થિતિમાં, જ્યારે સમાચાર મળશે કે આ ઝડપનો વેપારી હવે ક્યારેય દોડી શકશે નહીં, તો તેના ચાહકો ચોક્કસ નિરાશ થશે. શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે કે, તે હવે ક્યારેય દોડી શકશે નહીં. તેણે આનું કારણ પણ આપ્યું છે, જેના તાર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તેના મોટા ઓપરેશન સાથે સંબંધિત છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે, તે મેલબોર્નમાં ાહીી િીॅઙ્મટ્ઠષ્ઠીદ્બીહં તે બહુ જલ્દી ઓસ્ટ્રેલિયા જવા રવાના થવાનો છે. શોએબ અખ્તર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. પાકિસ્તાનની સત્તાવાર ચેનલ પીટીવી સ્પોર્ટ્સના એન્કર નૌમાન નિયાઝ સાથેના તેમના વિવાદની ચર્ચા થઈ હતી, જે બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે લાઈવ ટીવી શોમાં જ રાજીનામાની જાહેરાત કરી હતી. જાેકે, બાદમાં એન્કર નૌમાન નિયાઝે અખ્તરની માફી માંગી હતી.
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.