November 22, 2024

૧૦૦ કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યુંવાપી, સેલવાસ અને મુંબઈ સહિતના વિસ્તારમાં ઈન્કમ ટેક્ષ વિભાગના દરોડા

Share to



(ડી.એન.એસ)વલસાડ,તા.૨૨
દિવાળી બાદ દક્ષિણ ગુજરાતમાં કેમિકલ કંપની અને રિયલ એસ્ટેટ કંપનીઓમાં બેનામી સંપત્તિ હોવાની વિગત મળતા વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી હેમાની ડાયકેમ, અપૂર્વ કેમિકલ અને ભારત ડાય નામની કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગની ટીમોએ એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વાપી, સેલવાસ, સરીગામ અને મુંબઈ ખાતે આવેલી ૨૦ કંપનીઓમાં એકસાથે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ કરોડથી વધારે હિસાબ વગરની સંપત્તિ મળી આવી હતી. ઝ્રમ્ડ્ઢ્‌એ વધુમાં જણાવ્યું હતું કે આ કંપનીઓ પાસેથી મોટા પ્રમાણમાં અન્ય જગ્યાએ સંપતિઓમાં રોકાણ સહિતના દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા હતા. તમામ દસ્તાવેજી પુરાવાઓ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લાના વાપી, સરીગામ, સેલવાસ અને મુંબઈમાં આવેલી કેમિકલ કંપનીઓ સહિત અન્ય વિસ્તારોમાં રિયલ એસ્ટેટમાં મોટા પાયે રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.વલસાડ જિલ્લાના વાપી, સરીગામ, સેલવાસ અને મુંબઈમાં આવેલી કેમિકલ બનાવતી કંપની અને રિયલ એસ્ટેટમાં કામ કરતી કંપનીઓ ઉપર ૧૮ નવેમ્બરના રોજ ૈં્‌ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ૨૦થી વધુ કંપનીઓમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ કરોડથી વધુની હિસાબ વગરની સંપત્તિ અને રોકડા રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હોવાનું ઝ્રમ્ડ્ઢ્‌ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.


Share to