DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

તક્ષશિલા વિદ્યાલય હળવદના વિદ્યાર્થીએ શાળા નુ ગૌરવ વધાર્યુ

Share to

તાજેતરમાં ક્રિકેટરો તૈયાર કરતી ગુજરાતના ગૌરવ સમાન વડોદરાની કિરણ મોરે ક્રિકેટ એકેડમી દ્વારા બેટરી ટેસ્ટનુ આયોજન કરાયું હતુ.આ ક્રિકેટ ફન્ડામેન્ટલ બેટરી ટેસ્ટ પાસ કરી હળવદની તક્ષશિલા વિદ્યાલયના નાઘેરા ધ્રુવ મનસુખભાઈએ કિરણ મોરે ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ મેળવી તક્ષશિલા વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે.સ્પીડ,રનિંગ, કેચિંગ, સ્ટ્રોક પ્લેઈંગ જેવી ટેકનિકમાં સારો સ્કોર કરનાર નાઘેરા ધ્રુવે આનંદ સાથે જણાવ્યું કે પોતે સખત મહેનત કરીને ઉમદા ક્રિકેટર બનવાનો પ્રયત્ન કરશે. ધ્રુવના માતા પિતા બન્ને શિક્ષક છે. તેમણે આ તકે જણાવ્યું કે ધ્રુવમાં ક્રિકેટની જબ્બર પોટેન્સિયાલિટી છે જે ભવિષ્યમાં તક મળતા ખીલી ઉઠશે.તક્ષશિલા સ્કુલના મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશ પટેલે નાઘેરા ધ્રુવ જુનિયર/ સબ જુનિયર સ્પર્ધામાં સિલેકટ થઈ પોતાનું નામ રોશન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પાર્થ વેલાણી


Share to

You may have missed