રાજ્યના મુખ્યમંત્રીએ વિવિધ જીલ્લાઓમાં બસસ્ટેન્ડ,ડેપો વકઁશોપનું ખાતમુહુર્ત-લોકાપર્ણ કયુઁ,
બસસ્ટેન્ડના નિમૉણ માટે ૨.૫૦ થી ૩ કરોડ રૂપિયાની વહીવટી મંજુરી મળ્યાના અહેવાલ,
તા.૫-૬-૨૦૨૧ નેત્રંગ,
નેત્રંગમાં એસટી બસ સ્ટેન્ડના નિમૉણનું ખાતમુહુર્ત કરવાનું રાજ્ય સરકાર ભુલી જતાં સમગ્ર તાલુકાનુ પ્રજામાં રોષ મળી રહ્યો છે,
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વાહન-વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત નેતાઓની ઉપસ્થિતમાં વિવિધ જીલ્લાઓમાં બસસ્ટેન્ડ,ડેપો વકઁશોપનું ખાતમુહુર્ત-લોકાપર્ણ કયુઁ હતું.જે પ્રશંસનીય બાબત છે.પરંતુ કમનસીબે ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં એટલે કે પછાત વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકે એસટી બસ સ્ટેન્ડ નિમૉણ માટે ખાતમુહુર્ત કરવાનું રાજ્ય સરકાર ભુલી જતાં પછાત વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ લોકોને રાજ્ય સરકાર ધ્વારા હળહળતો અન્યાય કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.જેથી ગરીબ પ્રજામાં રોષ ભભકી ઉઠ્યો છે,
જેમાં નેત્રંગ તાલુકો બન્યા બાદ ગુજરાત પરિવહન વિભાગ ધ્વારા નેત્રંગ તાલુકા મથકે અત્યાઆધુનિક સુવિધાઓથી સજ્જ એસટી બસસ્ટેન્ડ બનાવવાની પણ મંજુરી આપી હતી,જેના માટે ૨.૫૦ થી ૩ કરોડ રૂપિયાની વહીવટી મંજુરી મળ્યાના અહેવાલ મળ્યા છે,પરંતુ નેત્રંગ તાલુકો બન્યાના ૭ વષૅ બાદ પણ જગ્યાના અભાવે એસટી બસસ્ટેન્ડના નિમૉણની કામગીરી અટકી પડી છે,જ્યારે ગુજરાત પરિવહન વિભાગના જવાબદાર અધિકારીઓએ એસટી બસસ્ટેન્ડના નિમૉણની જગ્યા માટે નેત્રંગમાં ત્રણ થી ચાર વખત સવૅ કરવામાં આવ્યો હતો,પરંતુ યોગ્ય જગ્યા નહીં મળતા પરિણામ શુન્ય રહ્યું છે,
જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકાભરના ગામોમાંથી ખુબ જ મોટી સંખ્યામાં રોજીરોટી કમાવવા માટે મજુરીવગૅ,
અભ્યાસ માટે વિધાથીૅઓ અને અન્ય મુસાફરો નિત્યક્રમ એસટી બસ સહિત ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતાં હોય છે,જેમાં નેત્રંગ તાલુકા મથકે એસટી બસસ્ટેન્ડના નિમૉણના વિલંબના કારણે વિધાથીૅઓ અને આમ પ્રજા સહિત મુસાફરોને પણ શિયાળાની ગુલાબી ઠંડીમાં,ઉનાળાની ભયંકર ગરમીમાં અને ચોમાસામાં ભર વરસાદમાં ખુલ્લા આકાશની નીચે બસની રાહ જોવા મજબુરી બની ગઇ છે,જ્યારે આગામી સમયમાં વહેલીતકે રાજ્ય સરકાર અને વાહનવ્યવહાર વિભાગ નેત્રંગ તાલુકામાં જગ્યાની શોધણી કરી અટકી પડેલ એસટી બસસ્ટેન્ડના નિમૉણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે,
* બોક્સ :- નેત્રંગ ચારરસ્તાને સમાંતર આવેલ ગેસ્ટહાઉસની જગ્યા ઉપર એસટી બસસ્ટેન્ડ બની શકે છે,
નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ અને ચારરસ્તાને સમાંતર જ જીલ્લા પંચાયત હસ્તકના ગેસ્ટહાઉસના ટેકરાને તોડી રસ્તા જેટલું લેવલ કરીને એસટી બસસ્ટેન્ડનું નિમૉણ થઇ શકે છે,જ્યારે ગેસ્ટહાઉસની જગ્યા ઉપર એસટી બસસ્ટેન્ડનું નિમૉણ થાય તેનો સીધો ફાયદો લોકોને થઇ શકે છે,કારણ કે ગેસ્ટહાઉસની બાજુમાં જ તાલુકા સેવાસદન,તા.પંચાયત અને પો.સ્ટેશન અને સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે,અને જ્યાં દરરોજ મોટીસંખ્યામાં લોકોની અવરજવર રહે છે,જ્યારે અંકલેશ્વર,ડેડીયાપાડા અને સુરત સહિત મહારાષ્ટ્ર રાજ્યને જોડતો રસ્તો નેત્રંગ ચારરસ્તા ઉપરથી પસાર થાય છે,જેથી એસટી બસસ્ટેન્ડના નિમૉણથી રાજ્યભરની બસો સહિત મહારાષ્ટ્ર રાજ્યની બસ લોકો પકડી સમયસર જે તે સ્થળ ઉપર પહોંચી શકે છે,
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.