November 20, 2024

નેત્રંગ તાલુકા પંચાયતમાં વૃક્ષારોપણ કરાયું,

Share to

નેત્રંગ તા.પંચાયતમાં વૃક્ષારોપણ કરાયું,

ટીડીઓ અલ્પના નાયર તા.પંચાયતના સતાધીશોએ વૃક્ષો જતન કરવાના સંકલ્પો કયૉ

તા.૫-૬-૨૦૨૧ નેત્રંગ,

પ્રાપ્ત માહિત મુજબ હાલમાં દેશ-દુનિયામાં વૈશ્વિક મહામારી કોરોના સંકમણથી નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે,દદીઁઓના જીવ બચાવવા માટે ઓક્સિજનની સખત જરૂરિયાત ઉભી થઇ છે.પરંતુ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.ઓક્સિજન માટે વૃક્ષોપ્રેમીઓ વૃક્ષારોપણ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે.વૃક્ષ વાવો અને દેશ બાચાવોના સંકલ્પ સાથે નેત્રંગ તા.પંચાયત કચેરીમાં વિશ્વ પયૉવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણના કાયઁક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી અલ્પના નાયર,નેત્રંગ તા.પચાયતના ઉપપ્રમુખ વંદનભાઇ વસાવા,સંગઠન મહામંત્રી હાદિઁકસિંહ વાંસદીયા,પ્રકાશ ગામિત,માનસિંગ વસાવા અને કાકડકુઇ ગ્રા.પંચાયતના સરપંચ ગૌતમ વસાવાએ વિવિધ વૃક્ષોના છોડની રોપણી કરી હતી,અને વૃક્ષોનું જતન કરવાના સંકલ્પ કયૉ હતા.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed