November 21, 2024

ભરૂચ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિનની ઉજવણી

Share to


વિશ્વ શૌચાલયના દિવસે તાલુકાઓના ગામડાઓમાં શૌચાલયને સુશોભિત કરાયા
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
બહોળી સંખ્યામાં ગ્રામજનો શૌચાલયનો ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરાયા
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શનિવારઃ- સ્વચ્છતાનું મહત્વ સમજાવવા તથા ખુલ્લામાં અથવા અસ્વચ્છ અને અસુરક્ષિત શૌચાલયથી થતા રોગ વિષે લોકજાગૃતિ અર્થે દર વર્ષે ૧૯મી નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિન તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ જિલ્લાના ગામડાઓને સ્વચ્છ બનાવી ગંદકી મુકત કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ધ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- ભરૂચ ધ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-ર અંતર્ગત વિશ્વ શૌચાલયના દિવસે તાલુકાઓના ગામડાઓમાં શૌચાલયને સુશોભિત કરી રંગોળી પુરી બહોળી સંખ્યામાં ગ્રામજનો શૌચાલયનો ઉપયોગ કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- ભરૂચની એક યાદીમાં જણાવ્યું હતું.
– ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –




Share to

You may have missed