November 21, 2024

ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો

Share to


૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
સરકારશ્રીના ૧૩ વિભાગની ૫૬ સેવાઓનો ઉમરાજ સહિત દશાન, વેરવાડા, દહેગામ, ચૌલાદ, કુરલા, કુકરવાડા, દેત્રાલ ગામના લોકોએ લાભ લીધો
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ગામડાના લોકોને પોતાના આંગણે જઈને સેવાઓ આપનારી આ સરકારે સાચા અર્થમાં સુશાસનના અર્થને ચરિતાર્થ કરે છે
-: નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શનિવારઃ- ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉમરાજ ગામ સહિત દશાન,વેરવાડા,દહેગામ,ચૌલાદ,કુરલા,કુકરવાડા,દેત્રાલ ગામના લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમના માધ્યમથી રાજ્ય સરકારના ૧૩ વિભાગોની ૫૬ જેટલી સેવાઓ લોકોને એક જ સ્થળે પુરી પાડવામાં આવી હતી. સાથે જ વેકસીનેશન બુથની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ જણાવ્યું હતું કે સેવાસેતુ એ સરકારશ્રીનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. જે સરકારશ્રીની અનેક યોજનોને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી જોડનારી કળી બન્યો છે. ગામડાના લોકોને પોતાના આંગણે જઈને સેવાઓ આપનારી આ સરકારે સાચા અર્થમાં સુશાસનના અર્થને ચરિતાર્થ કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે સરકારશ્રીની અગણિત સેવાઓ છેવાડાના માનવીના વિકાસ માટે ચાલી રહી છે. જેનો લાભ લઈને લોકોના જીવનધોરણ સુધર્યા છે. પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકાસપથ પર અગ્રેસર રહ્યું છે તેમ જણાવી સેવા સેતુના કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ધર્મેશભાઇ મિસ્ત્રીએ સેવાસેતુના કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. મામલતદારશ્રી રોશનીબેન પટેલે અધિકારીઓ અને લાભાર્થીઓ વચ્ચેનો સેતુ એટલે સેવાસેતુ કાર્યક્રમ..જેનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.
આ વેળાએ નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ તથા મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને દાખલાઓ એનાયત કરાયા સેવાસેતુની ચાલતી વિવિધ કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી એન.આર.પ્રજાપતિ, મામલતદારશ્રી, આગેવાન પદાધિકારીશ્રીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, તલાટીઓ, ગ્રામજનો, લાભાર્થીઓને ઉપસ્થિત રહયા હતા.


Share to

You may have missed