ભરૂચ જિલ્લાના તમામ મતદારોને ખાસ ઝૂંબેશનો લાભ લેવા અનુરોધ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શનિવારઃ- ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલે છે. મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશના દિવસો તરીકે તા.૨૧/૧૧/૨૦૨૧ રવિવાર, તા.૨૭/૧૧/૨૦૨૧ શનિવાર અને તા ૨૮/૧૧/૨૦૨૧ રવિવાર નક્કી કરવામાં આવેલ છે. જે દિવસો દરમ્યાન દરેક મતદાન મથક ખાતે એટ્લે કે બુથ ઉપર બુથ લેવલ ઓફિસર (BLO) સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે. જ્યાથી ફોર્મ મેળવી અને જરૂરી પુરાવા સાથે પરત આપી શકાશે. આ ઉપરાંત Voter Helpline Application તથા www.nvsp.in વેબ સાઈટ પર જરૂરી પુરાવા અપલોડ કરી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે. ભરૂચ જિલ્લાના તમામ મતદારોને આ ઝૂંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર ધ્વારા અનુરોધ કરાયો છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો