November 21, 2024

નેત્રંગમાં એસટી બસસ્ટેન્ડ નિર્માણ માટે રાજ્ય સરકારમાં રજુઆતયુવા અગ્રણી દિવ્યાંગ મિસ્ત્રીએ મુખ્યમંત્રી અને પરીવહનમંત્રીને લેખિત રજુઆત કરી,૨.૫૦ થી ૩ કરોડ રૂપિયાની વહીવટી મંજુરી મળ્યા બાદ કામગીરી આગળ વધતી નથી

Share to


તા.૧૯-૧૧-૨૦૨૧ નેત્રંગ

નેત્રંગમાં એસટી બસસ્ટેન્ડ નિર્માણ માટે રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિત મુજબ ગુજરાત સરકારે સન્ ૨૦૧૨ ની સાલમાં ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો હતો.જેમાં નેત્રંગ તાલુકો બન્યા બાદ ગુજરાત પરિવહન વિભાગ ધ્વારા નેત્રંગ તાલુકા મથકે અત્યાઆધુનિક સુવિધાઓથી સજ્જ એસટી બસસ્ટેન્ડ બનાવવાની પણ મંજુરી આપી હતી.જેના માટે ૨.૫૦ થી ૩ કરોડ રૂપિયાની વહીવટી મંજુરી મળેલ છે.પરંતુ નેત્રંગ તાલુકા બન્યાના આઠ – નવ વર્ષ બાદ પણ જગ્યાના અભાવે એસ.ટી બસ સ્ટેન્ડના નિમૉણની કામગીરી અટકી પડી છે. જ્યારે ગુજરાત પરિવહન વિભાગના જવાબદાર અધિકારીઓએ એસ.ટી બસસ્ટેન્ડના નિર્માણની જગ્યા માટે નેત્રંગમાં ચાર-પાંચ વખત સર્વે કરવામાં આવ્યું હતું.પરંતુ યોગ્ય જગ્યા નહીં મળતા પરિણામ શુન્ય રહ્યું હતું.
જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં ભરૂચ જી.પંચાયત હસ્તક આયુર્વેદિક દવાખાનાની શરૂઆત કરવામાં આવી હતી.પરંતુ કમનસીબે આયુર્વેદિક દવાખાનું બંધ થઇ જતાં મકાન વષૉથી બંધ પડેલ છે. આયુર્વેદિક દવાખાનાના મકાનમાં કુતરા,બિલાડા અને રખડતા ઢોર રહે છે.આસપાસ ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક રહીશોમાં ભારે હેરાન ગતીનો સામનો કરવો પડી રહ્યો છે.તેવા સંજોગોમાં નેત્રંગમાં વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહેલા આયુર્વેદિક દવાખાનાની વિશાળ જગ્યા ઉપર દિવ્ય ભવ્ય એસ.ટી બસ સ્ટેન્ડના નિર્માણ થાય તે જરૂરી છે.
જેમાં નેત્રંગ તાલુકાભરના ગામોમાંથી ખુબ જ મોટી સંખ્યામાં રોજી રોટી કમાવવા માટે મજુરી વર્ગ, અભ્યાસ માટે વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો નિત્યક્રમ એસ.ટી બસ સહિત ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતાં હોય છે. નેત્રંગ તાલુકા મથકે એસટી બસસ્ટેન્ડના નિમૉણના વિલંબના કારણે વિદ્યાર્થીઓ અને આમ પ્રજા સહિત મુસાફરોને પણ શિયાળાની ગુલાબી ઠંડીમાં,ઉનાળાની ભયંકર ગરમીમાં અને ચોમાસામાં ભર વરસાદમાં ખુલ્લા આકાશની નીચે બસની રાહ જોવા મજબુરી બની ગઇ છે. આયુર્વેદિક દવાખાનાની જગ્યા ઉપર બસ સ્ટેન્ડના નિર્માણકાર્યથી બાજુમાં જ તાલુકા સેવાસદન,તા.પંચાયત અને પો.સ્ટેશન અને સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે, અને જ્યાં દરરોજ મોટીસંખ્યામાં લોકોની અવરજવર રહે છે.જ્યારે અંકલેશ્વર,ડેડીયાપાડા અને સુરતને જોડતો નેત્રંગ ચારરસ્તા ઉપરથી પસાર થવાથી એસટી બસસ્ટેન્ડના નિમૉણથી લોકો બસ પકડી સમયસર ઘરે પરત ફરી શકે છે.તે માટે નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના દિવ્યાંગકુમાર શશીકાંતભાઇ મિસ્ત્રીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પરિવહન મંત્રી પુણઁશભાઇ મોદીને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed