(ડી.એન.એસ.) ન્યુદિલ્હી, તા.૧૯
૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ લોકસભા દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ ત્રણેય કાયદાના પ્રસ્તાવ પર ૨૭ સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી ખેડૂતોના સંગઠનો દ્વારા કૃષિ કાયદા સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ ત્રણ કાયદા આ પ્રમાણે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. ઁસ્ મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જાેયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે ઁસ્એ તમામ દેશવાસીઓની માફી પણ માગી છે. છેલ્લા એક વર્ષથી ખેડૂતોના આંદોલનનું કારણ બનેલા ત્રણેય નવા કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પાછા ખેંચી લીધા છે. શુક્રવારે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ આ મોટી જાહેરાત કરી હતી. તેમના ૧૮ મિનિટના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી, પરંતુ આ વાત અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં. મોદીએ સંબોધન કરતાં કહ્યું, મારા વહાલા દેશવાસીઓ, આજે દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે. આજે ગુરુનાનકજયંતીનો પવિત્ર તહેવાર પણ છે. હું વિશ્વના તમામ લોકોને અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. કે દોઢ વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખૂલ્યો એ પણ ખૂબ જ આનંદદાયક બાબત છે. ગુરુનાનક દેવજીએ કહ્યું છે કે સંસારમાં સેવાનો મર્મ અપનાવવાથી જ જીવન સફળ થાય છે. અમારી સરકાર આ જ સેવા ભાવનાઓ સાથે દેશવાસીઓના જીવનને સરળ બનાવવા માટે કાર્યરત છે. ન જાણે કેટલી પેઢીઓ સપનાં સાકાર થતાં જાેવા માગતી હતી, ભારત એને સાકાર કરવા પ્રયાસ કરી રહ્યો છે. અમારી સરકાર ખેડૂતો માટે ખાસ કરીને નાના ખેડૂતોનાં હિતમાં સત્ય નિષ્ઠાથી પૂર્ણ સમર્પણ ભાવથી આ કાયદો લઈને આવ્યા હતા, જાેકે અમે આ વાત પોતાના પ્રયત્નો છતાં ખેડૂતોને સમજાવી શક્યા નહોતા. અમે સંપૂર્ણ વિનમ્રતાથી ખેડૂતોને સમજાવતા રહ્યા. વાતચીત પણ થતી રહી. અમે ખેડૂતોને સમજાવવામાં કોઈ કસર છોડી નથી. કાયદાની જે જાેગવાઈઓ પર તેમને નારાજગી હતી એને સરકાર બદલવા તૈયાર થઈ ગઈ છે. સાથીઓ, આજે ગુરુનાનક દેવજીનો પવિત્ર પર્વ છે, આ સમય કોઈને દોષ આપવાનો નથી. હું આજે સમગ્ર દેશને એ કહેવા આવ્યો છું કે આજે અમે ત્રણે કૃષિ કાયદાને પરત લેવાનો ર્નિણય કર્યો છે. આ મહિને જ અમે એને પરત લેવાની પ્રક્રિયા પૂરી કરીશું. તેમણે જણાવ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા, જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશનાં ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિજગતના હિતમાં ગામડાંના ગરીબોનાં હિતમાં સંપૂર્ણ સહયોગ સાથે ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોનો એક વર્ગ એનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. આ મામલો સુપ્રીમકોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો ર્નિણય લીધો છે અને ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો