November 21, 2024

આઝાદીના અમૃત્ત મહોત્સવ’ અભિયાન અંતર્ગત યોજાયેલી ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથનું માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ભવ્ય સ્વાગત કરાયુંઃ

Share to


———
ઉમરપાડા તાલુકામાં રૂ.૪૫ કરોડના ખર્ચે ભૂમિ પૂજન, લોકાર્પણ-ખાતમુહુર્ત તેમજ લાભોનું વિતરણ કરાયું
——-
ગામડાઓની બહેનોના આરોગ્યની ચિંતા કરી ઉજવલ્લા યોજના હેઠળ ૮ કરોડ બહેનોને ધુમાડા મુક્ત જીવન અપાયું : પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા
——
સુરત: શુક્રવાર: ‘આઝાદીના અમૃત્ત મહોત્સવ’ અભિયાન અંતર્ગત ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ના રથનું માંગરોળ તાલુકાના લવેટ અને ઉમરપાડા તાલુકાના કેવડી, ચોખવાડા ગામે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
ગ્રામવિકાસ વિભાગ દ્વારા આયોજિત ૩ ગ્રામ રથ પૈકી બીજા રથને આજ રોજ માંગરોળ તાલુકાના લવેટ ગામથી પ્રસ્થાન કરાવી ઉમરપાડા તાલુકાના કેવડી અને ચોખવાડા ગામે સ્વાગત કરાયું હતું. અ વેળાએ કૃષિ આજીવિકા કાર્યક્રમ અંતર્ગત જૂથ કૂવા તેમજ સોલાર આધારિત સિંચાઇ યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના સપુત અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ અનેક લોક કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચતા જીવન જરૂરિયાત સુવિધાઓ મેળવવી સરળ બની છે. ગામડાઓની બહેનોના આરોગ્યની ચિંતા કરી ઉજવલ્લા યોજના હેઠળ ૮ કરોડ બહેનોને ધુમાડા મુક્ત જીવન આપણા સંવેદનશીલ પ્રધાનમંત્રીશ્રીએ આપ્યું છે તેમ ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આજ રોજ કૃષિ આજીવિકા કાર્યક્રમ અંતર્ગત રૂ.૨ કરોડના ખર્ચે જૂથ કૂવા સાથે સોલાર આધારિત સિંચાઇ યોજનાના લોકાર્પણ થકી ૪૧ ખેડૂતોને લાભ મળશે. ESCA પ્રોજેક્ટ અંતર્ગત રૂ.૧૦ કરોડના ખર્ચે કુલ ૩૦૦૦ બહેનો પૈકી આજ રોજ ૨૦ બહેનોને લાભોનુ વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ચોખવાડાના સરપંચશ્રી હરસિંહભાઈ વસાવા, શેલ ઇન્ડિયા ગાંધીનગરના ચેરમેન શ્રી સુનિલભાઈ મહેતા, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી મોહનભાઈ, જિલ્લા સંગઠન મંત્રીશ્રી શ્યામસિંહ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શારદાબેન ચૌધરી, મહામંત્રી શ્રી અર્જુનભાઈ વસાવા, સર્વશ્રી રામસિંહભાઈ, દીપકભાઈ વસાવા, રાજેન્દ્રભાઈ વસાવા, દશરથભાઈ વસાવા, સેલ કંપનીના અધિકારીઓ, વિવિધ સરકારી ખાતાના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed