બોડેલી તાલુકાના ચલામલી ગામે છોટાઉદેપુર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડની અધ્યક્ષતામાં ચલામલી પોલીસ સ્ટેશનના પટાંગણમાં બપોરે ૧૨ કલાકે ચલામલીમાં સમાવિષ્ટ ગામોના આગેવાનોની હાજરીમાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો.જેમાં ચલામલી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ ગામોના આગેવાનો સાથે ડીવાયએસપી એ.વી.કાટકડે મુક્તમને વિવિધ વિસ્તારના પ્રશ્નો અને તેના નિરાકરણ માટેની નોંધ કરી વહેલીતકે હલ કરવાની ખાત્રી આપી હતી.વિસ્તારના આગેવાનો ઘ્વારા ચલામલી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના જર્જરિત થયેલ મકાનને નવીન બનાવવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી.
કોરોના મહામારી દરમિયાન છોટાઉદેપુર જિલ્લા પોલીસ ટીમની સરાહનીય કામગીરીને ચલામલી વિસ્તારના આગેવાનો ઘ્વારા બિરદાવવામાં આવી હતી.બોડેલી એટીવીટી ડિરેક્ટર અને છોટાઉદેપુર જિલ્લા મીડિયા કન્વીનર પરિમલ પટેલે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ અને બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અશ્વિનભાઈ સરવૈયાનું કોરોના મહામારીમાં કરેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ સાલ ઓઢાડી અને પુષ્પ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.જિલ્લા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ભગુભાઈ પંચોલી,ચલામલી પંચાયતના ડે.સરપંચ મુચકંદભાઈ,સદસ્ય જીવનભાઈ,વણઘા સરપંચ રમણભાઈ નાયક,નવાટિમ્બરવા સરપંચ પ્રતિનિધિ પ્રફુલભાઇ,પીયુશભાઈ,રમેશભાઈ,નરેન્દ્રભાઈ,પ્રફુલભાઇ,ગુંજનભાઈ,બિંકલભાઈ, અચ્યુતભાઈ,રામચંદ્રભાઈ,રાકેશભાઈ,કિશોરભાઈ સહીત આગેવાનો ઉપસ્થિત રહી લોકદરબારને સફળ બનાવ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.