તસ્કરો 3 લાખ રોકડા અને સોના ના ઘરેણાં મળી કુલ 25 લાખ ની મત્તા ની ચોરી કરી ફરાર
=તસ્કરો નું પગેરું મેળવવા ડોગ સ્કોર્ડ ની મદદ લીધી
ઝઘડિયા તાલુકા ના અછાલીયા ગામે તસ્કરો એ મકાન ને નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદી ના ઘરેણાં મળી કુલ 25 લાખ ઉપરાંત ના માલમત્તા ની ચોરી કરી ફરાર થઇ જતા ઉમલ્લા પોલીસે તપાસ હાથ ધરી છે ,
પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઝગડીયા ના અછાલીયા ગામના વતની પ્રકાશચન્દ્ર જશવંત સિંહ રાવ સુરત થી કુળદેવી મહાલક્ષ્મી મંદિર ના પાટોત્સવ પ્રસંગે નવચંડી યજ્ઞ કરવા પત્ની દક્ષા બેન સાથે વતન અછાલીયા ગામ આવ્યા હતા..તેઓ રાત્રે પરિવાર સાથે ઘરમાં સુતા હતા તે દરમ્યાન તસ્કરો એ તેમના મકાન ને નિશાન બનાવી મકાન ના પાછળ ના ભાગે થી પ્રવેશ કર્યો હતો અને રૂમ માંમુકેલ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 3 લાખ અને સોના ના ઘરેણાં ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ ચોરી અંગે ની જાણ ઉમલ્લા પોલીસ ને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો આ ચોરી અંગે જયકુમાર રાવે ઉમલ્લા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રોકડા રૂપિયા 3 લાખ અને સોના ના ઘરેણાં મળી કુલ 25 લાખ 5 હજારના માલમત્તા ની ચોરી નો ગુન્હો નોંધી તસ્કરો નું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોરી ની જાણ મકાન માલીક પ્રકાશ રાવ ને થતા તેઓ ની અચાનક તબીયત બગડતા તેઓ ને નજીક ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હજાર તબીબો એ તેમને મૃત જાહેર કર્યા હતા..
રિપોર્ટર:-કાદર ખત્રી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.