November 21, 2024

ઝઘડિયા કુમારશાળા માં આવેલ શિક્ષક કોર્ટર માં રહેતા શિક્ષકે ગળે ટૂંપો ખાઈ જીવન ટૂંકાવ્યું …

Share to

પ્રતિનિધિ /સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

નવાગામ પાનુડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા સમગ્ર પંથક મા ચકચાર મચી જવા પામી હતી…

વિગત અનુસાર નવાગામ પાનુડા તા. ડેડીયાપાડા ની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ રંગુભાઈ ગાવિતે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા શિક્ષક આલમમાં સોપો પડી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ધર્મેશ ભાઈ રંગુભાઇ ગાવિત મૂળ રહે. સિયાદા તા.ચીખલી જિ. સુરત નાઓ નવાગામ પાનુડા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

ગત તારીખ ૨૧ મી ઓકટોબરના રોજ ઇદે મિલાદ પર્વની રજા હોય તેઓના પત્ની બે બાળકો સાથે સાસરીમાં ગયા હતા.ત્યારે ધર્મેશભાઈ તેઓના કવાર્ટ્સ માં એકલા હતા. તે વેળા કોઈ અગમ્ય કારણોસર ધર્મેશ ભાઈએ પોતાના રૂમમાં ખુરશી મુકી ગળે દુપટ્ટો બાંધી પંખા સાથે ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સંદર્ભે મૃતકની પત્નીએ ઝઘડિયા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે..


Share to

You may have missed