સાબરમતી ગાંધી આશ્રમને મૂળ સ્થિતિમાં રાખવા વર્ધા સેવા ગ્રામ થી શરૂ કરાયેલી સંદેશ યાત્રા શુક્રવારે ભરૂચ આવી પહોચી હતી જ્યાં ગાંધી આશ્રમને તેની મૂળ સ્થિતિમાં રાખી પર્યટન સ્થળ તરીકે સરકાર દ્વારા નહિ વિકસાવવા સંવાદ યોજાયો હતો મહારાષ્ટ્ર સેવા ગામ વર્ધાથી નીકળેલી સંદેશ યાત્રા ભરૂચ જિલ્લામાં આવી પહોચતા સર્વોદય મંડળ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું ભરૂચના નીલકંઠ મંદિર ખાતે સંદેશ યાત્રા આવી પહોચી હતી આ યાત્રાનો મુખ્ય હેતુ અમદાવાદ ગાંધી આશ્રમ બચાવવાનો છે
રાજ્ય સરકાર ગાંધી આશ્રમ ને ડેવલોપ કરવાની યોજના વિચારી રહી છે તો બીજી બાજુ આ સંદેશ યાત્રાના આયોજકો ગાંધી આશ્રમ મૂળ સ્થિતિમાં રહે તેવી માંગ સાથે સંદેશ યાત્રા લઈ સંવાદ કરી રહી છે આ યાત્રા ના આયોજકોને ભય છે કે સરકાર દ્વારા અમદાવાદ ગાંધી આશ્રમ ને ડેવલોપમેન્ટના નામે પર્યટન સ્થળ બનાવી દેશે અને વ્યવસાય શરૂ કરી દેશે જેથી ગાંધી આશ્રમનો હેતુ બદલાઈ જશે
ભરૂચમાં શુક્રવાર નીલકંઠેશ્વર મહાદેવ ખાતે કુમાર પ્રશાંત ગાંઘી પીસ ફાઉન્ડેશન દિલ્હી, રાજેન્દ્રસિંહ જલ પુરૂષ રાજસ્થાન ડૉ . સુગન બરંઠ અધ્યક્ષ , નઇ તાલીમ સંઘ આશા બોથરા પ્રવકતા , સર્વ સેવા સંઘ અરવિંદ કુસ્વાહા મંત્રી , સર્વ સેવા સંઘ અશોક ભારત સંયોજક , આંદોલન સમિતિ આબિદા બેગમ સર્વોદય મંડળ , કર્ણાટક અને દેશભરના 50 જેટલા ગાંઘીજનો ઉપસ્થિત રહ્યાં હતાં ભરૂચ થી વડોદરા, અમદાવાદ થઈ આ યાત્રા સાબરમતી આશ્રમમાં સમાપન થશે
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો