November 21, 2024

સોનગઢ જે. કે પેપર મિલ ના લેબર કામદારો ને દિવાળી બોનસ સહીત વિવિધ માંગણી ઓથી વન્ચિત રાખતા લેબર કામદારો દ્વવારા હડતાલ કરી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ

Share to



જ્યાં સુધી કામદારો ને ન્યાય ન મળે ત્યાં સુધી ગુજરાત શ્રમિક સંગઠન દ્વવારા ઉગ્ર આંદોલન ની ચીમકી

રિપોર્ટર.
નિકુંજ ચૌધરી
DNS news

પ્રાપ્તમાહિતી અનુસાર CPM–જેકે પેપર મિલ(સોનગઢ) ના કંપનીના હોદ્દેદારો તથા કોન્ટ્રાકટરો કામદારોને તેમનું લોહી ચૂસીને શ્રમ કરાવે છે અને જ્યારે પોતાના કરેલા શ્રમ ની કિંમત કામદારો માંગે છે ત્યારે તેમને શ્રમ ના મૂલ્ય થી વંચિત રાખવામાં આવે છે પોતાના શ્રમ દ્વારા પોતાનું લોહી રેડી ને કંપનીને ચલાવનાર આ કામદારોનો અવાજ કંપનીના હોદેદારો સાંભળતા નથી તથા આ કામદારોના અધિકારો માટે સતત સંઘર્ષ કરી રહેલ લેબર યુનિયન ગુજરાત શ્રમિક સંગઠન જ્યારે આ સર્વે કામદારો માટે માંગ કરી રહ્યું છે કે એમને 20% બોનસ આપવામાં આવે ત્યારે નફફટ અને જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી અને CPM–જેકે પેપર મિલ(સોનગઢ) કોન્ટ્રાક્ટ એસોસિયશનના પ્રમુખ જયું સિંદે નામક વ્યક્તિ કોન્ટ્રાક્ટરો ને ખોટી રાહ બતાવીને કામદારોનું શોષણ કરે છે અને કામદારો જ્યારે પોતાના લોહીના શ્રમના નાણાં માંગે છે ત્યારે જણાવે છે “તમને શું આખી મીલ આપી દઈએ” અને કામદારો જ્યારે પોતાના લેબર અધિનિયમ હેઠળ ના અધિકારો માંગે છે ત્યારે આ કોન્ટ્રાક્ટ એસોસિયશનનો પ્રમુખ જયું સિંદે ખોટા ખોટા આક્ષેપો મૂકી ગમે તેમ પ્રકારે કામદારોને તેમના અધિકારો થી વંચિત રાખવાનું ષડયંત્ર સતત કરતો આવેલ છે તથા કામદારોના આઠ કલાકના શ્રમ ના મૂલ્ય થી પણ વંચિત રાખે છે અને આદિવાસીઓનું શોષણ કરે છે છતાં CPM–જેકે પેપર મિલ(સોનગઢ)ના સંચાલકો આવા વ્યક્તિને છાવરે છે અને આવા લોકો કામદારોના શ્રમ ના બદલા માં એમનું શોષણ કરે છે
ત્યારે આજ રોજ ગુજરાત શ્રમિક સંગઠન સાથે જોડાયેલ સર્વે કામદારોએ આજે જેકે પેપર મીલ કંપનીમાં કામ બંધ કરીને સ્વયંભૂ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આગામી દિવસો માં CPM–જેકે પેપર મીલ કંપનીના સંચાલકો દ્વારા કામદારો ને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવશે અને લેબર કાયદાનો અમલ કરવામાં નહિ આવશે તો ગુજરાત શ્રમિક સંગઠન જન–આંદોલન કરશે…જોઈન્ટર સેક્રેટરી અખિલ ચૌધરી


Share to

You may have missed